Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

હાર મળતા ટેનિસ ખેલાડી પ્લીસકોવાએ અમ્પાયરની ખુરસી તોડી

નવી દિલ્હી: હાલમાં રોમમાં ચાલી રહેલી માસ્ટર્સ ટેનિસ ટુર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની મેચમાં  વર્લ્ડ રેન્કિંગમાં પાંચમું સ્થાન ધરાવતી ચેક રિપબ્લિકની કારોલીના પ્લીસકોવાને ગ્રીસની મારિયા સાક્કારી સામે ૩-૬, ૬-૩, ૭-૫થી હારનો સામનો કરવો પડયો હતો. આ મેચમાં ત્રીજા અને આખરી સેટમાં બંને ખેલાડીઓ ૫-૫થી બરોબરી પર હતી અને સ્કોર ૩૦-૩૦ ઓલ હતો, ત્યારે પ્લીસકોવાની સર્વિસ પર ચેર અમ્પાયર માર્ટા મ્રોઝીન્સ્કાના એક કોલ અંગે વિવાદ સર્જાયો હતો. માર્ટાના કોલથી પ્લીસકોવાની હરિફને ફાયદો થયો હતો. લાઈન કોલ ખોટો હોવાથી પ્લીસકોવા અકળાઈ ગઈ હતી અને તેણે અમ્પાયર સાથે ઉગ્ર ચર્ચા કરી હતી. જોકે કોઈ પરિણામ ન આવતા ગુસ્સામાં તેણે રેકેટ અમ્પાયરની ચેરને ફટકાર્યું હતુ અને ચેર તોડી નાંખી હતી.
 

(5:09 pm IST)