Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ક્રિકેટમાં ટોસને હટાવવાનો વિચાર કરે છે ICC

૨૮ અને ૨૯ મેએ મુંબઈમાં થનારી બેઠકમાં થશે ચર્ચા : ૨૦૧૯માં શરૂ થનારી ટેસ્ટ - ચેમ્પિયનશીપની તૈયારીઃ આ પરંપરા બંધ થાય તો મહેમાન ટીમને મળશે બેટીંગ કે ફિલ્ડીંગ લેવાનો નિર્ણય લેવાનો ચાન્સ

ક્રિકેટના ઈતિહાસમાં પહેલી ટેસ્ટ મેચ ૧૮૭૭માં ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમવામાં આવી ત્યારે એની શરૂઆત ટોસથી થઈ હતી અને ત્યારથી ટોસ ઉછાળવાની પરંપરા ચાલી રહી છે, પણ હવે ટોસની આ પ્રથાને આઈસીસી તિલાંજલી આપવા માગે છે અને આ મુદ્દે ૨૮ અને ૨૯ મે એ મુંબઈમાં થનારી બેઠકમાં ચર્ચા થવાની છે.

એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે ટેસ્ટ ક્રિકેટના મુળ રૂપથી જોડાયેલા ટોસને ખતમ કરવામાં આવી શકે છે. આ માટે ક્રિકેટ સમિતિ ચર્ચા કરવા તૈયાર છે કે શું મેચથી પહેલા સિક્કો ઉછાળવાની પરંપરા સમાપ્ત કરવામાં આવે જેથી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ડોમેસ્ટીક મેદાનોમાં યજમાન ટીમને મળતા ફાયદાને ઓછો કરી શકાય.

મેચ શરૂ થતા પહેલા યજમાન ટીમનો કેપ્ટન મહેમાન ટીમના કેપ્ટન સાથે મેદાન પર જાય છે અને તેના હાથમાં એક સિક્કો હોય છે. એ મહેમાન ટીમના કેપ્ટનને હેડ કે ટેઈલ પૂછે છે અને પછી સિક્કો ઉછાળે છે. આઈસીસીના કેટલાક મેમ્બરોનું કહેવુ છે કે યજમાન ટીમ તેના ફાયદા અનુરૂપ પીચ બનાવે છે અને જો એ ટોસ જીતે તો બેટીંગ કે ફિલ્ડીંગ સ્વીકારે છે. સમિતિના મેમ્બરોનું કહેવુ છે કે મહેમાન ટીમને જ પહેલા બેટીંગ કે ફિલ્ડીંગ લેવાની છૂટ આપવામાં આવે. આનો અર્થ એ થયો કે ભારતની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જાય તો કેપ્ટન વિરાટ કોહલીને એ છૂટ હોય કે તેને બેટીંગ લેવી છે કે ફિલ્ડીંગ.

(3:59 pm IST)