Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

પ્લેઓફનું જો અને તો

પંજાબના પરાજયથી ગણિતમાં જબરા ઉતારચડાવ

બેંગ્લોર અને મુંબઈએુ પંજાબને પરાજીત કર્યા બાદ પ્લેઓફમાં પહોંચવાનું ગણિત બદલાઈ ગયુ છે. પંજાબના લાગલગાટ પર ચાર પરાજયથી એની રાહ મુશ્કેલ બની છે. હૈદ્રાબાદ અને ચેન્નઈ પ્લેઓફમાં પહોંચી જનારી બે ટીમો છે પણ બાકીની બે ટીમો કોણ હશશે એ માટે હવે પાંચ ટીમો વચ્ચે મુકાબલો છે.

રાજસ્થાન રોયલ્સ

રાજસ્થાને ૧૩ મેચોમાં ૬ મેચો જીતીને ૧૨ પોઈન્ટ્સ મેળવ્યા છે પણ પંજાબ સામે મુંબઈએ જીત મેળવતા રાજસ્થાન પોઈન્ટ્સ ટેબલમાં પાંચમાં ક્રમાંકે ધકેલાઈ ગયુ છે. રાજસ્થાન છેલ્લી લીગ મેચમાં બેંગ્લોરને મોટા અંતરથી હરાવે તો એના માટે પ્લેઓફમાં સ્થાન બની શકે એમ છે. જો કે મુંબઈ છેલ્લી લીગ મેચ જીતે તો રાજસ્થાન બહાર ફેંકાઈ શકે એમ છે, કારણ કે એના ૧૪ પોઈન્ટ્સ થશે અને મુંબઈનો રનરેટ કોલકતા અને રાજસ્થાનથી બહેતર છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

૧૨ મેચોમાં પાંચમા જીત સાથે એના ૧૦ પોઈન્ટ્સ છે. એની બે મેચો બાકી છે અને બંનેમાં જીત મળવી જરૂરી છે. હૈદ્રાબાદ સામેની મેચ કોલકતા હારે તો જ બેંગ્લોરને પ્લેઓફમાં પહોંચવાનો ચાન્સ છે. કલકતા છેલ્લી મેચ જીતે તો એના ૧૬ પોઈન્ટસ થશે અને જો કવોલીફાય થઈ જશે. આવુ થાય તો પ્લેઓફમાં જવા માટે બે ટીમ દાવેદાર રહેશે જે મુંબઈ અને બેંગ્લોર છે. સારો રનરેટ આ બે ટીમો પૈકી એકને પ્લેઓફમાં મોકલી શકે એમ છે.

મુંબઈ ઈન્ડિયન્સ

૧૩ મેચોમાં ૬ મેચો જીતીને ૧૨ પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે છે. મુંબઈનો પ્લેઓફમાં પહોંચવાનો માર્ગ આસાન નથી. દિલ્હીને છેલ્લી લીગ મેચમાં પરાજીત કરે તો પણ એને રનરેટના આધારે જ ચાન્સ મળી શકે એમ છે. રાજસ્થાન, પંજાબ અને બેંગ્લોરના હાલમાં ૧૦ પોઈન્ટ્સ છે અને એમના ૧૨ પોઈન્ટ્સ થાય તો માત્ર રનરેટના આધારે મોકો મળે બેંગ્લોર માત્ર એક જ મેચ જીતે અને બાકીની ટીમો એમનો આખરી મુકાબલો હારી જાય તો મુંબઈને ચાન્સ છે જે મુશ્કેલ લાગે છે.

કિંગ્સ ઈલેવન પંજાબ

શરૂઆતની લીગ મેચોમાં ક્રિસ ગેઈલ, લોકેશ રાહુલ અને એન્ડ્રયુ ટાઈના સારા દેખાવથી ૧૨ પોઈન્ટ્સ સાથે પંજાબની ટીમ ત્રીજા નંબરે હતી પણ છેલ્લી ૪ મેચો ગુમાવી દેવાના કારણે આ ટીમ પ્લેઓફમાંથી બહાર ફેંકાઈ જવાની અણી પર છે. છેલ્લી લીગ મેચ ચેન્નઈ સામે છે. જેમાં જીત આસાન નથી. મુંબઈ, બેંગ્લોર અને રાજસ્થાન છેલ્લી લીગ મેચો હારે તો જ એ પ્લેઓફમાં પહોંચી શકે છે.

કલકતા નાઈટ રાઈડર્સ

૧૩ મેચોમાં ૭ મેચો જીતીને ૧૪ પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે. મુંબઈ સામે પરાજય બાદ આ ટીમે પંજાબ અને રાજસ્થાનને હરાવતા પ્લેઓફમાં પહોંચવાનો કલકતાનો માર્ગ મોકળો થયો છે. પણ કિસ્મત પર એણે ભરોસો રાખવો પડશે. રાજસ્થાન અને પંજાબ હારે તો એને ચાન્સ છે. રનરેટના મામલે કલકતા (માઈનસ  ૦.૦૯૧) મુંબઈ (પ્લસ ૦.૩૮૪) અને બેંગ્લોર (પ્લસ ૦.૨૧૮)થી પાછળ છે એના માર્ગમાં રનરેટ મુશ્કેલી ઉભી કરી શકે એમ છે. જો કે છેલ્લી લીગ મેચમાં હૈદ્રાબાદ સામેનો વિજય એને પ્લેઓફમાં પહોંચાડી શકે એમ છે.

(3:53 pm IST)