Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

IPL -2018 :હાઈસ્કોરિંગ મેચમાં સનરાઈઝ હૈદરાબાદ સામે રોયલ ચેલેન્જર બેંગ્લોરની 14 રને શાનદાર જીત

એબી ડી વિલિયર્સ અને મોઇનઅલીએ ફિફટી સાથે 107 રનની ભાગીદારી કરી :કેન વિલિયમન્સે 81 અને મનીષ પાંડેએ 61 ફટકાર્યા

IPL11ની 51મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને 14 રને હરાવ્યું છે બેંગ્લોરે એબી ડિ વિલિયર્સ અને મોઈન અલીની અડધી સદીઓની મદદથી સનરાઈઝર્સને જીત માટે 219 રનનો તોતિંગ ટાર્ગેટ આપ્યો હતો જેની સાથે સનરાઈઝર્સ 20 ઓવરમાં 3 વિકેટે 204 રન જ બનાવી શકી હતી હૈદરાબાદ વતી વિલિયમ્સને 81 અને મનીષ પાંડેએ 62 રનની ઈનિંગ રમી હતી પણ તે ટીમને જીતાડવામાં નિષ્ફળ રહ્યાં હતા. આ જીત સાથે બેંગ્લોરની પ્લેઑફમાં પહોંચવાની આશા વધુ મજબૂત થઈ છે.

   અગાઉ સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી બેંગ્લોરને પ્રથમ બેટિંગ આપી હતી. પ્રથમ ઓવરમાં ઓપનર પાર્થિવ પટેલ (1) અને પાંચમી ઓવરમાં કેપ્ટન વિરાટ કોહલી(12)ની વિકેટ પડ્યા બાદ એબી ડિ વિલિયર્સ (69) અને મોઈન અલી (65) વચ્ચે ત્રીજી વિકેટ માટે 107 રનની ભાગીદારી નોંધાઈ હતી. પાંચમા ક્રમે આવેલા કોલિન ડી ગ્રાન્ડહોમે 17 બોલમાં 40 અને સાતમા ક્રમના બેટ્સમેન સરફરાઝ ખાને 8 બોલમાં 22 રન બનાવતા RCBએ 20 ઓવરના અંતે 6 વિકેટે 218 રન બનાવ્યા હતા.

   219 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સનરાઈઝર્સની શરૂઆત જબરદસ્ત રહી હતી. 47 રનના સ્કોરે શિખર ધવન (18)ની વિકેટ પડ્યા બાદ એલેક્સ હેલ્સ (37) પણ જલ્દી આઉટ થઈ ગયો હતો. જોકે, કેપ્ટન કેન વિલિયમ્સન(81) અને મનીષ પાંડે વચ્ચે ત્રીજી વિકેટ માટે 135 રનની મોટી ભાગીદારી નોંધાઈ હતી. એક સમયે સનરાઈઝર્સ હાઈએસ્ટ રન ચેઝ કરીને ઈતિહાસ બનાવશે એવું લાગતું હતું પરંતુ છેલ્લી ઓવરના પ્રથમ બોલે જ કેન વિલિયમ્સન આઉટ થઈ જતા બેંગ્લોરે 14 રને જીત મેળવી લીધી હતી. મનીષ પાંડે 61 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. જોકે, તે ટીમને જીતાડી શક્યો નહોતો.

    આ જીત સાથે બેંગ્લોરના 12 પોઈન્ટ થઈ ગયા છે અને તેની પ્લેઑફમાં પહોંચવાની આશા વધુ મજબૂત બની છે. બીજી તરફ પહેલેથી જ પ્લેઑફમાં સ્થાન બનાવી ચૂકેલી SRHને આ હારથી વધારે નુકસાન થયું નથી પણ તેનું જીતનું મોમેન્ટમ જરૂરથી તૂટ્યું છે.

(12:12 am IST)
  • કર્ણાટક વિધાનસભાનું સવારે 11 વાગ્યે વિશેષ સત્ર બોલાવાયું : બહુમત પરીક્ષણ પહેલા આજે રાત્રે 9 વાગ્યે ભાજપના ચૂંટાયેલા તમામ ધારાસભ્યોની મિટિંગ : બેંગ્લુરુના શાંગરી - લા હોટલમાં રાત્રે 9 વાગ્યે ભાજપના ધારાસભ્યોની મિટિંગ access_time 8:44 pm IST

  • કર્ણાટકમાં બહુમતી મેળવવા રાજકીય આટાપાટા શરુ :જેડીએસના બે ધારાસભ્યોને ભાજપે હાઇજેક કર્યા: કુમારસ્વામીનો આક્ષેપ :કોંગ્રેસે પણ સ્વીકર્યું કે તેનો એક ધારાસભ્ય સાથે નથી :કુમારસ્વામીએ કહ્યું કે જેડીએસ અને કોંગ્રેસના સંયુક્ત રીતે 118 ધારાસભ્યોની યાદી રાજ્યપાલને આપી છે અમારી પાસે સરકાર બનાવવા પૂરતી સંખ્યા છે access_time 11:47 pm IST

  • ૨૦૧૯ જ નહિ, ૫૦ વર્ષ સત્તામાં રહેવાની તૈયારીઃ અમિત શાહઃ ભાજપ અધ્યક્ષે કારોબારી ને સંબોધન કર્યુઃ ગઠબંધન મજબુત હોય તો લાંબો સમય સત્તા મળતી રહેઃ ઘરે-ઘરે જઇને પક્ષના નંબર પર મિસ કોલ કરાવવા અભિયાન શરૂ થશે access_time 12:26 pm IST