Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ગો RCB ગો... કમ ઓન બોયઝ

'ઝીરો'ના શૂટીંગ દરમિયાન અનુષ્કાનો વિરાટ સપોર્ટ

અનુષ્કા શર્મા શાહરૂખ ખાન સાથેની 'ઝિરો'નું શૂટીંગ કરી રહી હતી એ દરમિયાન તે તેના પતિ વિરાટ કોહલીની ટીમને સપોર્ટ કરતી હતી. ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)ની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)નો કેપ્ટન વિરાટ કોહલી છે.  મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબીની મેચ દરમિયાન અનુષ્કા વિરાટને સપોર્ટ કરતી જોવા મળી હતી. અનુષ્કા ગઈકાલે બાંદરાના મેહબૂબ સ્ટુડિયોમાં 'ઝીરો'નું શૂટીંગ કરી રહી હતી. આ શૂટીંગ દરમિયાન તે તેની વેનિટી - વેનમાં બેસીને મેચ જોઈ રહી હતી. મેચના ટોસ દરમિયાનનો ફોટો અનુષ્કાએ તેની ઈન્સ્ટાગ્રામ - સ્ટોરી પર શેર કર્યો હતો. આ ફોટો પર તેણે લખ્યુ હતું, 'ગો આરસીબી ગો. કમ ઓન બોયઝ. કામ કરી રહી હોવાથી વેનીટી વેનમાં મેચ જોઈ રહી છું.'

(4:01 pm IST)