Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

આઈપીએલ : પોઈન્ટ ટેબલ

વધુ એક મેચમાં વિરાટ કોહલીની ટીમ હારી

         મુંબઇ, તા.૧૮ : મોહાલીના મેદાન પર આવતીકાલે કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે રોમાંચક જંગ ખેલાશે. કિંગ્સ ઇલેવને તેની છેલ્લી મેચમાં સૌથી મજબુત ગણાતી ટીમ ચેન્નાઇ સુપર પર માત્ર ચાર રન રોમાંચક જીત મેળવી લીધા બાદ ખુબ જ લડાયક મુડમાં છે. રવિચન્દ્રન અશ્વીનના નેતૃત્વમાં આ ટીમમાં અનેક સ્ટાર ખેલાડી છે. બીજી બાજુ સનરાઇઝે આ આઇપીએલમાં હજુ સુધી કોઇ પણ મેચ ગુમાવી નથી. પોતાની ત્રણેય મેચોમાં જીત મેળવી છે. તે જોતા આ મેચ પણ તે જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. અત્રે નોંધનીય છે કે, ગયા શનિવારના દિવસે ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી.   કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે.  આઇપીએલની છેલ્લી મેચમાં બેંગલોરની ફરી એકવાર હાર થઇ હતી. મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા છ વિકેટે ૨૧૩ રનનો જુમલો ખડક્યો હતો. જેની સામે રોયલ્સની ટીમ આઠ વિકેટે ૧૬૭ રન કરી શકી હતી. રોહિત શર્મા અને અને વિરાટ કોહલી મેચમાં છવાયેલા રહ્યા હતા. પોઇન્ટ ટેબલ નીચે મુજબ છે.

ટીમ

મેચ

જીત

હાર

પોઈન્ટ

રનરેટ

સનરાઈઝ હૈદરાબાદ

૦.૭૭૨

કોલકાતા નાઇટ રાઇડર્સ

૦.૮૬૩

કિંગ્સ ઇલેવન પંજાબ

૦.૧૧૬

ચેન્નાઈ સુપર કિંગ્સ

૦.૧૦૩

રાજસ્થાન રોયલ્સ

-૨.૨૪૭

મુંબઇ ઇન્ડિયન્સ

૦.૪૪૫

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

-૦.૮૬૧

દિલ્હી ડેરડેવિલ્સ

-૧.૩૯૯

(1:02 pm IST)