Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

જો અમે ટી૨૦ વર્લ્ડ કપ જીત્યાં તો એ બહુ મોટી સિધ્ધી હશેઃ હરમનપ્રિત

૨૦૧૭માં ભારતની મહિલા ક્રિકેટ ટીમ ફાઇનલમાં હારી ગઇ હતીઃ આ વખતે પ્રથમ મેચ ૨૧મીએ ઓસ્ટ્રેલીયા સામે રમાશે

સિડની  : ઓસ્ટ્રેલિયામાં ર૧ ફેબ્રુઆરીથી વુમન્સ ટીર૦ વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે અને ઇન્ડિયન ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરનું કહેવું છે કે જો ટીમ આ વર્લ્ડ કપ જીતી જશે તો એ ઘણી મોટી સિદ્ઘિ કહેવાશે. ૨૦૧૭માં ટીર૦ વર્લ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ફાઈનલ મેચ ૯ રનથી હારી જનાર ટીમ ઇન્ડિયા આ વખતે ફેવરિટ ગણાઈ રહી છે. આ વિશે હરમનપ્રીતે કહ્યું હતું કે 'અમારી ટીમ દિવસે- દિવસે તૈયાર થઈ રહી છે અને દરેક ટીમ-મેમ્બર પોઝિટિવ છે. જો અમે આ વર્લ્ડ કપ જીતીશું તો અમારા માટે આ સારી અને મોટી સિદ્ઘિ કહેવાશે.

૨૦૧૭માં અમને જે પ્રતિક્રિયા મળી હતી એ આશ્ચર્યજનક હતી. એ વાતનું અમારી ટીમ પર પ્રેશર ન આવે એ માટે અમને એ વાત કહેવામાં નહોતી આવી છતાં અમે અમારો બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનો પ્રયાસ કરીશું. પાછલાં કેટલાંક વર્ષોમા અમને જે અનુભવ મળ્યા છે એનો અમે લાભ લઈશું.'

 વુમન્સ ટી ૨૦ વર્લ્ડ કપમાં ઇન્ડિયા પોતાની પહેલી મેચ ર૧ ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે રમશે.

(3:34 pm IST)