Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ક્રિકેટરોએ પણ આપી શ્રદ્ધાંજલી : પાક. કલાકારો ઉપર પ્રતિબંધની માંગ

ગોરેગામ ફિલ્મસીટી સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પલોઈઝના ૨૮ યુનિયનોના હજારો સભ્યો પુલવામા માર્યા ગયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપવા માટે ભેગા થયા હતા. બે કલાક સુધી તમામ લોકોએ કામ બંધ રાખ્યુ હતું. એસોસીએશને આ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનના કલાકારો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની વાત પણ કરી હતી. આ કાર્યક્રમમાં ક્રિકેટરો વિરેન્દર સેહવાગ, હરભજનસિંહ, સુરેશ રૈના, લક્ષ્મણ, પૃથ્વી શો, સંસદ સભ્ય કીરીટ સોમૈયા, એકટર પંકજ ધીર, એકટ્રેસ ઈશા કોપીકર અને એસોસીએશનના સલાહકાર અશોક પંડિત વગેરે હાજર રહ્યા હતા.(૩૭.૧૬)

(3:47 pm IST)