Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

સાયના અને શ્રીકાંત કવાર્ટર ફાઈનલમાં

કવાલાલુપુર : ભારતના બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ અને કિદાંબી શ્રીકાંતે પોતપોતાના મુકાબલા જીતી મલેશીયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટના કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. જયારે પી. કશ્યપને હારનો સામનો કરવો પડ્યો છે.

સાયનાએ હોંગકોંગની યિપ પુઈ યિનને માત્ર ૩૯ મિનિટમાં ૨૧-૧૪, ૨૧-૧૬થી હરાવી અંતિમ આઠમા પોતાનું સ્થાન બનાવ્યું. જયારે શ્રીકાંતે હોંગકોંગના વોંગ વિંગના વિન્સેટને સંઘર્ષભર્યા મુકાબલામાં ૨૩-૨૧, ૮-૨૧, ૨૧-૮થી હરાવ્યો હતો. કશ્યપનો બીજો મુકાબલો ઈન્ડોનેશિયાના એન્થોની ગીટીંગ વચ્ચે થયો હતો. જેમાં તે ૧૭-૨૧, ૨૩-૨૫થી હારનો સામનો કરવો પડ્યો હતો.

(11:55 am IST)