Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

ફુટબોલ કલબ રિયલ મેડ્રીડના ૪ ખેલાડીઓને કોરોના

નવી દિલ્હીઃ સ્પેનની દિગ્ગજ ફૂટબોલ કલબ રિયલ મેડ્રિડ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે.   ટીમના ચાર નવા ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.  જેમાં સ્ટાર ફૂટબોલર ગેરેથ બેલ, માર્કો એસેન્સિયો, આન્દ્રે લુનિન અને રોડ્રિગો કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા. આ સિવાય ટીમના આસિસ્ટન્ટ કોચ ડેવિડ એન્સેલોટી પણ સંક્રમિત જોવા મળ્યા છે.  કલબે આ વાતની પુષ્ટિ કરી છે.

(3:47 pm IST)