Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

પાકિસ્તાનનું કલીનસ્વીપઃ અંતિમ ટી-૨૦માં ૨૦૮ રનનો મહા ટાર્ગેટ પણ ચેઝ કરી લીધો

કરાચીઃ ઓપનર મોહમ્મદ રિઝવાન અને કેપ્ટન બાબર આઝમ વચ્ચેની મોટી સદીની ભાગીદારીની મદદથી, પાકિસ્તાને  ત્રીજી અને અંતિમ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને ૭ વિકેટે હરાવ્યું. આ જીત સાથે પાકિસ્તાને શ્રેણીમાં ૩-૦થી કલીન સ્વીપ કરી લીધું છે. 

  વેસ્ટ ઈન્ડિઝે ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૨૦૭ રન બનાવ્યા હતા.  એવું લાગતું હતું કે પાકિસ્તાની ટીમને ટાર્ગેટ હાંસલ કરવામાં મુશ્કેલી પડશે પરંતુ બાબર આઝમ અને રિઝવાને તેને આસાન બનાવી દીધું.  પાકિસ્તાનને ૨૦૮ રનનો ટાર્ગેટ મળ્યો હતો.  રિઝવાને ૪૫ બોલમાં ૧૦ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૮૭ રન બનાવ્યા હતા જ્યારે બાબર આઝમે ૫૩ બોલમાં ૯ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૭૯ રન બનાવ્યા હતા.

(3:46 pm IST)