Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

દુઃખદ ઘટનાઃ છેલ્લા ૪ મહિનામાં ચોથા ભારતીય શૂટરે મોતને ગળે લગાડયું

શૂટર ચેમ્પિયન કોનિકા લાયકે આત્મહત્યા કરીઃ સોનુ સુદે કહ્યું માત્ર મારૂ જ નહિં, માત્ર ધનબાદ જ નહીં, આખા દેશનું દિલ તૂટી ગયું

નવીદિલ્હીઃ ઝારખંડની શૂટિંગ ચેમ્પિયન કોનિકા લાયક પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં મહિલા હોસ્ટેલમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેનો મૃતદેહ હોસ્ટેલમાં રૂમની અંદર લટકતો મળી આવ્યો હતો. આ એ ચેમ્પિયન શૂટર છે જેને થોડા મહિનાઓ પહેલા જરૂરતમંદોના મસીહા અભિનેતા સોનુ સૂદે ૨.૫ લાખની રાઈફલ આપીને મદદ કરી હતી. છેલ્લા ચાર મહિનામાં આ ચોથા ભારતીય શૂટર છે જેણે મોતને ગળે લગાવ્યું છે.

૨૭ જાન્યુઆરીએ શૂટર કોનિકા લાયકે ટ્વિટ કરીને લખ્યું હતું કે ૧૧મી ઝારખંડ સ્ટેટ રાઈફલ શૂટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૦માં મેં એક ગોલ્ડ અને એક સિલ્વર જીત્યો, પરંતુ ઝારખંડ સરકાર તરફથી કોઈ મદદ મળી નથી. આ પછી, તેણે હેમંત સોરેન, સોનુ સૂદ અને ઝારખંડ સ્પોર્ટ્સ વિભાગને ટેગ કર્યા અને મદદ માટે વિનંતી કરી. સોનુની નજર ૧૦ માર્ચે આ ટ્વીટ થઈ અને તેણે ટ્વીટ કરીને લખ્યું કે હું તને રાઈફલ આપીશ. તમે દેશને મેડલ આપો. તમારી રાઈફલ તમારા સુધી પહોંચી જશે. આ પછી સોનુ સૂદ પ્રેકિટસ માટે ૨.૫ લાખની રાઈફલ આપી હતી.માં આ ચોથા ભારતીય શૂટર છે જેણે મોતને ગળે લગાવ્યું છે.

લાયકના મૃત્યુના સમાચાર પોસ્ટ કરતી વખતે સોનુ સૂદે શોક વ્યકત કરતા લખ્યું કે, માત્ર મારૃં જ નહીં, માત્ર ધનબાદ જ નહીં, આખા દેશનું દિલ તૂટી ગયું છે.

(12:21 pm IST)