Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

વિન્ડીઝ- પાકિસ્તાન વચ્ચેની વન-ડે સિરીઝ મુલત્વીઃ હવે જૂનમાં રમાશે

ખેલાડીઓ કોરોનાનો શિકાર બનતા

નવીદિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણને કારણે ફરી એકવાર ક્રિકેટ મેચો પર અસર દેખાવા લાગી છે અને તેનો તાજેતરનો શિકાર પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ બન્યા છે. કોરોના સંક્રમણને કારણે પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે સિરીઝ હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે.સંક્રમણના ઘણા મામલા બાદ બંને બોર્ડે આવતા વર્ષે સાથે શ્રેણી રમવાનો નિર્ણય કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝ કેમ્પમાં પાંચ ખેલાડીઓને કોરોના થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.  ૧૮ ડિસેમ્બરથી કરાચીમાં ત્રણ મેચની ODI શ્રેણી શરૂ થવાની હતી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે એક સંયુકત નિવેદનમાં શ્રેણી સ્થગિત કરવાના નિર્ણય વન-ડે બંને ટીમોની સુખાકારી અને વન-ડે શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાથેના મર્યાદિત સંસાધનોને ધ્યાનમાં રાખીને, એ નક્કી કરવામાં આવ્યું છે વન-ડે શ્રેણી, જે ICC ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગનો ભાગ છે. જે હવે  જૂન ૨૦૨૨ માં ફરીથી રમાશે.

(12:20 pm IST)