Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ભારતમાં રમવું ખુબ પડકારભર્યુ : ટીમ ઇન્ડિયાને હરાવવી ખુબ મુશ્કેલ : ટીમ સાઉદી

આજથી ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ટી-ર૦ સિરીઝ

જયપુર, તા.૧૭ : આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં હાર બાદ ન્યૂઝેલન્ડ હવે ભારતમાં ત્રણ મેચોની ટી૨૦ સિરીઝ રમવા માટે તૈયાર છે. જેના પર ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટીમ સાઉદીએ મંગળવારે કહ્યું કે તેમની ટીમને ભારત વિરુદ્ધ બુધવારથી શરૂ થઈ રહેલી ટી૨૦ સિરીઝ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. સાઉદી કેન વિલિયમસનની ગેરહાજરીમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટનશીપ કરશે. વિલિયમસન ટી૨૦ સિરીઝ બાદ થનારી બે મેચોની ટેસ્ટ સિરીઝ પર ધ્યાન કેન્દ્રીત કરશે.

સાઉદીએ પ્રિ મેચ કોનફરન્સમાં જણાવેલ કે ભારતમાં રમવું ખુબ પડકારભર્યું હોય છે અને ટીમ ઈન્ડિયાને હરાવવી ખુબ મુશ્કેલ છે. સાઉદીએ વિલિયમસનની ટી૨૦ સિરીઝથી બહાર થવાની વાતને ટીમ માટે ખરાબ ગણાવી. તેનાથી ટીમને એક મોટી કમી મહેસૂસ થશે. તેઓ એક મહાન ખેલાડી છે. તેમની જગ્યાએ આવેલા નવા ખેલાડી માટે સારી તક છે. તેણે કહ્યું કે ન્યૂઝીલેન્ડ માટે કેપ્ટનશીપ કરવી એ હંમેશા રોમાંચક હોય છે. હું આ પડકાર અને સન્માન માટે તૈયાર છું.

(3:47 pm IST)