Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

શું અનુષ્કાને પિઠના દુઃખાવાની ગંભીર બિમારી છે ?

બંને મુંબઇની કલીનીકમાં જોવા મળ્યા

નવી દિલ્હીઃ અનુષ્કા ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે. આવી સ્થિતિમાં વિરાટ અનુષ્કાનું ધ્યાન રાખવા માંગે છે.  જેના માટે તે તમામ ફોર્મેટની કેપ્ટનશીપ છોડી રહ્યો છે. આ સમાચાર બંનેના ચાહકો માટે ખૂબ જ આશ્ચર્યજનક છે.  જ્યાં એક તરફ તેની ફેવરિટ અનુષ્કા શર્મા બીમારી સામે ઝઝૂમી રહી છે.  

  ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્મા મુંબઈના એક કિલનિકમાં ઘણી વખત જોવા મળી હતી.  જે બાદ એવા અહેવાલ છે કે તે એક ગંભીર બીમારીથી પીડિત છે, જેના માટે તે ઘણી વખત કિલનિકમાં ચેકઅપ માટે પહોંચી હતી.  જો રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રી અનુષ્કા શર્માને bulging disc નામની ગંભીર બીમારી છે.  જેના કારણે તે લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી શકતી નથી.  આમ કરવાથી તેની પીઠમાં અચાનક દુખાવો થવા લાગે છે.  આવી સ્થિતિમાં અનુષ્કાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.  આ જોતા વિરાટે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે.  આ વાતનો ખુલાસો પણ એ જ રીતે થયો, જ્યારે અનુષ્કા ઘણી વખત કિલનિકની બહાર જોવા મળી હતી.

   જો કે, હજુ સુધી આ બંને સમાચારોને લઈને વિરાટ કે અનુષ્કા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.  આવી સ્થિતિમાં આ વાત કેટલી હદે સાચી છે તે તો તે જ કહી શકશે.  (

(12:19 pm IST)