Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

રાષ્‍ટ્રીય પસંદગીકાર સાથે એમએસ ધોનીના ભવિષ્‍ય વિશે વાત કર્યા બાદ પોતાનું સૂચન આપશેઃ સૌરવ ગાંગુલી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના થનારા અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કર્યું કે તે રાષ્ટ્રીય પસંદગીકાર સાથે એમએસ ધોનીના ભવિષ્ય વિશે વાત કર્યા બાદ પોતાની સૂચન આપશે. 39 વર્ષીય ધોની વિશ્વ કપ સેમિફાઇનલમાં ભારતની હાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તે આગામી મહિને બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝ પણ રમશે નહીં. આ સિરીઝ માટે ભારતીય ટીમની પસંદગી 24 ઓક્ટોબરે થશે.

ધોનીએ પરંતુ હજુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃતીની જાહેરાત કરી નથી અને પસંદગીકારોએ વારંવાર સ્પષ્ટ કર્યું કે, તે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વિશ્વકપને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યાં છે. બુધવારે ઈડન ગાર્ડન્સમાં પત્રકારો સાથે વાત કરતા ગાંગુલીએ કહ્યું, '24 ઓક્ટોબરે પસંદગીકારો સાથે વાત કર્યાં બાદ મારૂ મંતવ્ય આપીશ. હું તે જાણવા ઈચ્છું છું કે પસંદગીકાર આ વિશે શું વિચારે છે.'|

ગાંગુલીએ તે પણ કહ્યું કે, ધોની સાથે વાત કરીને તે અભિપ્રાય જાણવા ઈચ્છશે. ગાંગુલીએ કહ્યું, 'અમારે તે જોવાનું છે કે ધોની શું વિચારે છે. હું તેની સાથે પણ વાત કરવા ઈચ્છીશ કે તે શું ઈચ્છે છે અને શું નહીં.' તેમણે આગળ કહ્યું કે, તે આ પ્રકરણથી દૂર છે તેથે તે વિશે વાત કરી શકે નહીં. તેમણે કહ્યું, 'કારણ કે હું આ પ્રકરણથી દૂર હતો, અને તેથી મારી સામે સંપૂર્ણ સ્પષ્ટ તસવીર નથી. હવે હું તેના વિશે સંપૂર્ણ જાણકારી હાસિલ કર્યાં બાદ ભવિષ્ય માટે કોઈ નિર્ણય લઇ શકીશ.'

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટને સ્પષ્ટ કર્યું કે, 23 ઓક્ટોબરે પદભાર સંભાળ્યા બાદ તે પસંદગીકારો અને કેપ્ટન સાથે વાત કરશે. આ પહેલા પસંદગીકારોની બેઠક 21 ઓક્ટોબરે થવાની હતી પરંતુ હવે 24 ઓક્ટોબરે થશે. તેમાં દેવધર ટ્રોફી માટે ભારત એ, બી અને સી ટીમોની પણ પસંદગી થશે.

ગાંગુલીએ કહ્યું, 'છેલ્લા કેટલાક સમયથી હું ચિત્રમાં નહતો. પસંદગી સમિતિ સાથે મારી પ્રથમ બેઠક 24 ઓક્ટોબરે થશે. તો હું પસંદગીકારો અને કેપ્ટન સાથે વાત કરીશ. નવા બંધારણ પ્રમાણે કોચ (રવિ શાસ્ત્રી) આ બેઠકનો ભાગ હશે નહીં.'

(5:29 pm IST)