Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

કિશોરીની છેડતીના આરોપીમાં કબડ્ડી કોચ રુદ્રાપ્પા હોસમનીએ કરી આત્મહત્યા

નવી દિલ્હી: થોડા દિવસ પહેલાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સસ્પેન્ડ કરાયેલા ભારતીય સિનિયર કબડ્ડી ટીમના કોચ રુદ્રાપ્પા હોસમનીએ બેંગ્લુરૃની એક હોટેલમાં આત્મહત્યા કરી હતી. તેઓએ રવિવારે આ હોટેલમાં ચેક ઇન કર્યું હતું. તે પછી સોમવાર સુધી તેઓ પોતાના રૃમમાંથી બહાર નિકળ્યા નહોતા અને દરવાજો પણ ખોલ્યો નહોતો.આથી હોટેલ સ્ટાફે પોલીસને આ અંગે જણાવ્યું હતું. પોલીસે દરવાજો તોડયો તો અંદર હોસમાની મૃત હાલતમાં હતા. ડેડ બોડી પાસેથી એક નોટ મળી હતી જેમાં પોતાની પત્ની અને પુત્રને લખ્યું હતું કે, હું જે કરી રહ્યો છું તે માટે મને માફ કરજો. હું ઘણો દુઃખી છું. રાકેશ તુ તારી માતાનું ધ્યાન રાખજે. હોસમીની પર નોર્થ બેંગ્લુરૃના સાઈ સેન્ટરમાં ૧૩ વર્ષીય કિશોરીની છેડતીનો આરોપ લાગ્યો હતો. તે પછી તપાસ બાદ સસ્પેન્ડ કરી દેવાયા હતા.દેવનાગિરીના પોલીસ ઓફિસર આર ચેતને જણાવ્યું કે 13 ઓક્ટોબરે હોસ્વાનીએ હોટલમાં ચેક ઇન કર્યું. તેઓ અનેક દિવસ સુધી હોટલના રૂમમાંથી બહાર આવ્યા ન હતા. આ અંગે હોટલ મેનેજરે પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસે રૂમનો દરવાજો તોડ્યો તો કોચ પંખા સાથે લટકી રહ્યાં હતા.હોસ્માની પર આરોપ હતો કે તેઓએ ઓક્ટોબરમાં યુવતીઓના કબડ્ડી સેન્ટર સ્થિત ડ્રેસિંગ રૂમમાં પીડિતાનું યૌન શોષણ કર્યું હતું. પીડિતાએ પરિવારજનોએ આ ઘટનાની સૂચના સાઇના અધિકારીઓને આપી. ત્યારબાદ સમગ્ર મામલે અધિકારીઓએ હોસ્માની વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા હતા.

(5:26 pm IST)