Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ડેનમાર્ક ઓપન: પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી શ્રીકાંત અને સમીરે

નવી દિલ્હી: ભારતીય શટલર કોદામ્બઇ શ્રીકાંત અને સમીર વર્માએ ચાલી રહેલ ડેનમાર્ક ઓપન બેડમીંટન ટુર્નામેન્ટની પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ડુઇયાંના છઠ્ઠા નંબર ના શટલર અને ટુર્નામેન્ટમાં સાતમી વ્રિયતા પ્રાપ્ત શ્રીકાંતે પહેલા રાઉન્ડમાં ડેન્માર્કના હેન્સ ક્રિસ્ટિયન સોલબર્ગ વિતતીન્ગ્સને માત આપી હતી.

શ્રીકાંતે દુનિયાના 17માં નુંબર ના શટલર હેન્સે સીધા સેટમાં 21-16,21-10થી હરાવ્યો. હેન્સે શ્રીકાંતને પહેલા ગેમમાં જોરદાર ટક્ક્ત આપી હતી પણ બીજા ગેમમાં તેનું પ્રદર્શન સારું ન હતું. હવે શ્રીકાન્તની ટક્ક્ત ચીનના લિન દૈન સામે થશે.

સમીરે ચીનના દુનિયાના નંબર 2 ખેલાડી શી યુકી ને સીધા સેટમાં 21-17,21-18થી પરાસ્ત કર્યો હતો. સમીર અને યૂકીનો ત્રીજી વખત આમનો સામનો થયો છે

(5:22 pm IST)