Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

પતિ-પત્ની, સાળી-બનેવીની જોડી દેશને મેડલ અપાવશે..??

ઓલિમ્પિક માટે ભારતીય ટુકડી સજ્જ : ભારત તરફથી અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધારે ૧૨૨ ખેલાડીઓ અલગ અલગ રમતોમાં ભાગ લેશે

નવી દિલ્હી, તા.૧૭ : દુનિયાના સૌથી મોટા રમતોત્સવ ઓલિમ્પિકના આડે હવે માંડ દિવસ રહ્યા છે. વખતે ટોકિયામાં ઓલિમ્પિક યોજાવાની છે અને ભારત તરફથી અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધારે ૧૨૨ ખેલાડીઓ અલગ અલગ રમતોમાં ભાગ લેશે.

જોકે ભારત માટે પહેલી વખત એવુ થશે કે પતિ-પત્ની અને સાળી-બનેવીની જોડી ભાતરને મેડલ અપાવવા માટે મેદાનમાં ઉતરશે.

ભારત તરફતી તિરંદાજીમાં દીપિકા કુમારી અને અતાનુ દાસ તરફથી મેડલની આશા છે.કારણકે પતિ પત્નીની જોડી તાજેતરમાં તિરંદાજીના વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરી ચુકી છે.

સાથે સાથે બજરંગ પુનિયા અને તેમના સાળી વિનેશ ફોગટ કુસ્તીમાં મુકાબલો કરશે.તેમની પાસે પણ મેડલની ભારતને આશા છે. બોક્સિંગમાં એમ સી મેરી કોમ અને ટેનિસમાં સાનિયા મિર્ઝા માટે છેલ્લી ઓલિમ્પિક છે.જેને યાદગાર બનાવવા માટે તેઓ આતુર છે.

દિપીકા કુમારી અને અતાનુ દાસ જોડી નંબર વન છે.વિશ્વકપમાં દિપિકા અને અતાનુ દાસ સાત મેડલ જીતી ચુક્યા છે.જેમાં બે-બે ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે.એક વર્ષ પહેલા બંનેના લગ્ન થયા છે.દીપિકા માટે ત્રીજી ઓલિમ્પિક અને અતાનુ માટે બીજી ઓલિમ્પિક છે.

(7:46 pm IST)