Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ટોક્યો ઓલમ્પિક :યુગાન્ડાનો એક એથલીટ હોટલમાંથી ગાયબ થતા ખળભળાટ :આયોજકો પર સવાલો ઉઠાવ્યા

ખેલાડી ક્યારે અને કઈ રીતે બહાર ગયો તેની કોઈને જાણ નથી.

 ટોકિયો ઓલિમ્પિક રમતનું આયોજન ગત્ત વર્ષ થવાનું હતુ પરંતુ કોરોના મહામારીને કારણે આ રમતને એક વર્ષ સુધી મોકૂફ રાખવામાં આવી હતી. ટીમના સભ્યોએ કહ્યું કે, તેમનો સાથી ખેલાડી શુક્રવારે બોપરથી ગુમ થયો હતો. તેમના હોટલનો રુમ ખાલી હતો, શુક્રવારના રોજ તેમની ટ્રેનિંગ પણ નહોતી. તે છેલ્લી વખત તેમના રુમમાં જોવા મળ્યો હતો.

ટોકિયો ઓલિમ્પિક 2020ની શરુઆત થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ઓલિમ્પિકમાં રમવા આવનાર ખેલાડી ટીમની મુસીબતો ઓછી થઈ નથી. યુગાન્ડાનો એક એથલીટ વેસ્ટર્ન જાપાનમાંથી ગાયબ થયો છે. જેને લઈ જાપાનના આયોજકો પર સવાલો ઉઠાવ્યા છે.

એક બાજુ દેશમાં કોવિડ-19 નો  કહેર છે. જેના કારણે ઓલિમ્પિક રમતનો વિરોધ થઈ રહ્યો છે. ખેલાડી ગાયબ થવો જાપાન (Japan)ના આયોજકો માટે મુસીબત બની છે. જે ખેલાડી ગાયબ થયો છે તે 20 વર્ષનો છે અને ઓસાકામાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. તે યુગાન્ડાની 9 સભ્યોની ટીમનો સભ્યો હતો.

હોટલમાં જ્યારે 20 વર્ષની ખેલાડી ન મળ્યો તો આ સમગ્ર વાતની જાણકારી પોલીસને કરવામાં આવી હતી. અધિકારીએ કહ્યું કે, હોટલમાં 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ખેલાડી ક્યારે અને કઈ રીતે બહાર ગયો તેની કોઈને જાણ નથી. યુગાન્ડાની ટીમ જાપાન (Japan) ના હેલ્થ એન્ડ સર્વિલાન્સ સિસ્ટમ પર છે.

19 જૂનના રોજ નારિટા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમની ટીમનો એક સભ્ય કોરોના પોઝિટિવ  હતો. જ્યારે તેમની ટીમના 8 સભ્યો 500 કિલોમીટર સફર કરતા ઈઝુમિસાનો પહોંચ્યો હતો. જ્યાં તેમના માટે પ્રી ઓલિમ્પિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

થોડા દિવસો બાદ પૂર્વ આફ્રિકાની ટીમનો વધુ એક સભ્ય કોરોના સંક્રમિત થયો હતો. ત્યારબાદ તેમના સંપર્કમાં આવેલા 7 અધિકારીઓ અને ડ્રાઈવરને પણ આઈશોલેટ કરવામાં આવ્યા હતા. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, યુગાન્ડાની ટીમના બંન્ને સભ્યો ડેલ્ટા વેરિએન્ટ છે. બંન્ને સભ્યોને ક્વોરન્ટાઇનનો સમય પૂર્ણ કરી 7 જુલાઈના રોજ ટીમે ટ્રેનિંગ પણ શરુ કરી હતી.

(12:57 pm IST)