Gujarati News

Gujarati News

News of Friday, 17th July 2020

કોરોના પ્રોટોકોલનો ભંગ કરવા બદલ જોફરા આર્ચરને ટીમમાંથી બહાર કરાયો

પ્રથમ ટેસ્ટ પૂરી થયા બાદ જોફરા આર્ચર તેના બ્રાઇટન ખાતેના ઘર ગયો હતો જે નિયમનો ભંગ હતો.

માન્ચેસ્ટર:કોરોના વાયરસને કારણે ચાર મહિના સુધી ક્રિકેટનો ભોગ લેવાયો અને હવે આ વાયરસને કારણે એક ક્રિકેટરે ટીમમાંથી સ્થાન ગુમાવવું પડ્યું છે. પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામે ગુરુવારથી અહીં શરૂ થનારી બીજી ક્રિકેટ ટેસ્ટના પ્રારંભે જ કોરોના માટેના બાયો સિક્યોર પ્રોટોકોલનો ભંગ કરવા બદલ ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફરા આર્ચરને ટીમમાંથી બાકાત કરી દેવામાં આવ્યો હતો. તેણે હવે પાંચ દિવસના આઇસોલેશનમાં રહેવું પડશે અને એ દરમિયાન બે વખત કોરોનાના ટેસ્ટ કરાવવા પડશે. આર્ચરે પોતાની ભૂલ માટે માફી માગી લીધી હતી પરંતુ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના નિવેદનમાં આ બાબતનો ઉલ્લેખ ન હતો. જ્યારે બીબીસી રેડિયો કોમેન્ટરી ટીમે જણાવ્યું હતું કે પ્રથમ ટેસ્ટ પૂરી થયા બાદ જોફરા આર્ચર તેના બ્રાઇટન ખાતેના ઘર ગયો હતો જે નિયમનો ભંગ હતો.

(12:02 pm IST)