Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

બોલ સાથે ચેડા કરવા બદલ શ્રીલંકાના કેપ્ટન, કોચ અને મેનેજર પર પ્રતિબંધ

શ્રીલંકાનો કેપ્ટન દિનેશ ચંદીમલ, કોચ ચંડીકા હથુરૂસિંઘા અને મેનેજર અસાન્કા ગુરૂસિંહા પર વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે આચારસંહિતાનો ભંગ કરવા બદલ દોષી સાબિત થતાં સાઉથ આફ્રિકા સામેની બચેલી બે ટેસ્ટ અને ચાર વન-ડેમાં રમવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

સ્વતંત્ર ન્યાયિક આયુકત માઈકલ બેલોફે ત્રણેને આઠ પ્રતિબંધિત અંક આપ્યા હતા એટલે કે સાઉથ આફ્રિકા સામે બચેલી બે ટેસ્ટ મેચ અને ચાર વન-ડે નહીં રમી શકે. આઈસીસીના ચીફ એકિઝકયુટીવ ઓફીસર ડેવિડ રિચર્ડસનને ૧૯ જૂને આઈસીસીની આચારસંહિતાની કલમ ૨.૩.૧નો ભંગ કરવા બદલ દોષી જણાયા હતા જે ખેલદીલીનો ભંગ કરવા બદલ દોષી જણાયા હતા જે ખેલદીલીનો અનાદર કરવા સંબંધિત છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે જયારે અમ્પાયરે શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચંદીમલ પર બોલ સાથે ચેડા કરવાનો આરોપ મૂકયો તો તેણે પૂરી ટીમને મેદાન પર ઉતારવાનો ઈન્કાર કરી દીધો. ત્યારબાદ મેચ રેફરી અને બંને અમ્પાયરે ચંદીમલને સમજાવતા ટીમ મેદાન પર આવી હતી. આ પછી ત્રણેએ પોતાની ભૂલ આઈસીસી સમક્ષ કબૂલી હતી.

(4:12 pm IST)