Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

હવે પોલ પોગ્બા નામના ફૂટબોલરે બિયરની બોટલ હટાવી

નવીદિલ્હીઃ પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોકાકોલાની બોટલ દૂર કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. રોનાલ્ડોના આ પગલાને કારણે કોકાકોલા કંપનીને શેરબજારમાં હજારો કરોડની નુકશાનીનો સામનો કરવો પડયો હતો. ત્યારબાદ હવે વધુ એક ફ્રેન્ચ મિડફિલ્ડર પોલ પોગ્બા નામના ફૂટબોલરે પણ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન બિયરની બોટલ હટાવી લેતા તેનો વિડીયો પણ વાયરલ થયો હતો.

(4:04 pm IST)