Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

વિરાટ કોહલી સ્માર્ટ ક્રિકેટર છે, ફિટનેસ તેની તાકાત છે : ગંભીર

મુંબઇ : ગંભીરે કહ્યું હતું કે કોહલી ઘણો સ્માર્ટ ક્રિકેટર છે. તેનું સમગ્ર ટી-ર૦ કેરીઅર સફળ છે. તેનામાં ક્રિસ ગેઇલ જેવી તાકાત કદાચ ન હોય, એબી ડિવિલિયર્સ જેવી ક્ષમતા ન હોય, જેકે કેલિસ અથવા બ્રાયન લારા જેવી ક્ષમતા કદાચ તેનામાં ન પણ હોય, પણ તેની સાથે મોટી તાકાત તેની ફિટનેસ છે જે તેને ગેમમાં ટકાવી રાખે છે અને સફળ બનાવે છે. તેની સૌથી સારી વાત એ છે કે તે ક્રિકેટ વચ્ચે સારી રીતે દોડવાનું જાણે છે. જે ઘણા લોકો નથી જાણતા.

મારા ખ્યાલથી ટી-ર૦ ક્રિકેટમાં જો તમે વધારે ડોટ બોલ રમો તો કોઇને એની પરવા રહેતી નથી. જો તમે ઓછા ડોટ બોલ રમશો તો તમે અન્ડર પ્રેશર રહેશો અને સિંગલ રન લેતા રહેશો એમ ન કરતાં તમારે રિસ્ક લઇને મોટા શોટ રમવા પડે. કોહલી દુનિયા કરતા અલગ પ્રકારનો પ્લેયર છે.

(3:14 pm IST)