Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

જો ટીર૦ વર્લ્ડ કપ રદ થાય તો ઓસ્ટ્રેલિયા સાથેની ટીર૦ને પણ ફરીથી રીશેડયુલ કરવી જોઇએઃ બીસીસીઆઇ

આઇપીએલ બાદ કાંગારૂઓ સાથે સિરીઝ રમી શકાયઃ ટી-ર૦ વર્લ્ડકપ રમાશે કે નહિ તે અંગે નિર્ણય હજુ જાહેર કરાયો નથી

નવી દિલ્હી તા. ૧૭: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેન અર્લ એડિંગ્સનું કહેવું છે કે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટીર૦ વર્લ્ડ કપ યોજવો લગભગ અશકય છે. જોકે આ સાથે ઓકટોબર મહિનામાં યોજાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટીર૦ મેચની સિરીઝ પર પણ પ્રશ્ન ઉભા થયા છે.

ભારતીય ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું કે જો ટીર૦ વર્લ્ડ કપ રદ કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટીર૦ ઇન્ટરનેશનલ ક્રિકેટને ફરીથી રીશેડયુલ કરવી જોઇએ. આ સિરીઝ ટેસ્ટ સિરીઝ પહેલાં અથવા તો વન-ડે સિરીઝ પછી યોજી શકાય. જો આ વર્લ્ડ કપ રદ કરવામાં આવે તો આઇપીએલ માટેની સંભાવના પણ વધી જાય એમ છે અને આઇપીએલ બાદ કાંગારૂઓ સાથે રમી શકાય. જો આઇપીએલ નહીં રમાય તો બીસીસીઆઇની આવકને ઝટકો લાગી શકે છે. આ સંદર્ભે દરેક ક્રિકેટ બોર્ડ આઇસીસી સાથે ચર્ચા કરી રહ્યું છે.

આઇસીસીએ પણ આ વર્ષે ટીર૦ વર્લ્ડ કપ રમાશે કે નહીં એ વિશે કોઇ ચોકકસ નિર્ણય જાહેર કર્યો નથી.

(3:13 pm IST)