Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ખેલ રત્ન એવોર્ડ માટે નોમીનેટ થઇ હિમા દાસ

અર્જુન અવોર્ડ માટે મુકાયું લવલીનાનું નામ

ગુવાહાટીઃ આસામ રાજય સરકારે તાજેતરમાં ખેલ રત્ન એવોર્ડ માટે હિમાદાસને જયારે અર્જુન એવોર્ડ માટેબોકસર લવલીના બોર્ગોહેનને નોમીનેટ કરી છે. આસામ રાજય સરકારના સ્પોર્ટસ એન્ડ યુથ વેલ્ફેર ડીરેકટર ધર્માકાન્તા માલીએ આ ભલામણ માટેના નામ ખેલ મંત્રાલયને મોકલી આપ્યા છે. તેમણે આ બન્ને પ્લેયરનાં નામને નોમીનેટ કરવાની વાતને આસામ માટે ગર્વની વાત કહી છે. ધર્માકાન્તા માલીએ કહયું કે જો કેન્દ્ર સરકાર અમારો આ પ્રસ્તાવ સ્વીકારે તો આસામ સરકાર અને આસામના લોકોને ઘણું ગમશે.

હિમા દાસ ઉપરાંત રોહીત શર્મા, નીરજ ચોપડા, વિનેશ ફોગાટ, મનીકા બત્રા અને રાની રામપાલને ખેલ રત્ન એવોર્ડ માટે નોમીનેટ કરવામાં આવ્યા છે.

(5:21 pm IST)