Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

મને ફકત ઝીણો તાવ હતો : લોકી ફર્ગ્યુસન

ઓકલેન્ડ : ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનને ૨૪ કલાક માટે આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. તેને ગળામાં તકલીફ જણાતા તેની પણ કોરોના વાઈરસની ટેસ્ટ કરાવવામાં આવી હતી. જે નેગેટીવ આવી હતી. આ વિશે લોકી ફર્ગ્યુસને કહ્યું હતું કે મારા પર ઘણા મેસેજ આવી રહ્યા હતા, પરંતુ મને એ જલ્દી જણાવતા ખુશી થાય છે કે મને ફકત ઝીણો તાવ હતો. ઘરે હોવાની મને ખુશી છે.

(3:30 pm IST)