Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

ચેન્નઈમાં હજી પણ લોકો એકબીજાથી અંતર નથી રાખતા : અશ્વિન નારાજ

ઉનાળો શરૂ થતાં આ વાઈરસનો અંત આવશે તેવું માની રહ્યા છે

ચેન્નઈ : કોરોના વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો હોવા છતા ચેન્નઈના લોકો જે રીતે એને હેન્ડલ કરી રહ્યા છે એ જોઈને રવિચંદ્રન અશ્વિન ખૂબ નારાજ છે. હેલ્થ એજન્સી અને સરકાર દ્વારા લોકોને એકબીજાથી દૂર રહેવા અને સોશ્યલાઈઝ ન થવા માટે કહેવામાં આવ્યુ છે. જો કે ચેન્નઈના લોકોનું માનવુ છે કે ઉનાળો આવવાથી આ વાયરસ નષ્ટ થઈ જશે અથવા તો એવુ લાગે છે તેમને કંઇ નહીં થાય.

આ વિશે અશ્વિને ટ્વીટ કર્યુ હતું કે હું એ કહેવા માગુ છું કે ચેન્નઈના લોકોમાં હજુ સુધી એકબીજાથી અંતર રાખવાની વાત સમજમાં નથી આવી. ઉનાળો આવ્યો હોવાથી વાયરસનો અંત આવશે અથવા તો તેમને કંઈ નહીં થાય એવા વિશ્વાસને કારણે તેઓ આવુ કરી રહ્યા છે.

(3:29 pm IST)