Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

કોરોના વાયરસથી બચવા સ્માર્ટ અને પ્રોટેકટીવ રહેવું જરૂરી : રોહિત શર્મા

દુનિયાના તમામ ડોકટરો અને મેડીકલ સ્ટાફનો આભાર : કાળજી રાખો અને સેફ રહો

નવી દિલ્હી : રોહિત શર્માનું કહેવું છે કે સ્માર્ટ અને પ્રોટેકટીવ બની કોરોના વાયરસ સામે ફાઈટ કરવી જોઈએ. દુનિયાભરમાં આ વાઈરસને લઈને ઘણી હો-હા થઈ રહી છે. દરેક દેશ આને માટે તકેદારી લઈ રહ્યો છે, કારણ કે આ વાઈરસને કારણે અત્યાર સુધીમાં ૬૦૦૦થી વધુ વ્યકિતના મૃત્યુ થયા છે.આ વિશે રોહિત શર્માએ સોશ્યલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં રોહિત શર્માએ કહ્યુ હતું કે છેલ્લા ઘણા અઠવાડીયા આપણે માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. દુનિયા ઠપ્પ થઈ ગઈ છે અને એ જોવું ખૂબ દુઃખદ છે. આપણે એકસાથે મળીને આ પરિસ્થિતિને નોર્મલ કરી શકીએ છીએ. આ નોર્મલતા લાવવા માટે આપણે થોડા સ્માર્ટ અને પ્રોટેકટીવ બનવાની જરૂર છે. આપણી આસપાસની પરિસ્થિતિને સારી રીતે સમજીને કોઈને પણ આ વાયરસના લક્ષણ દેખાય તો તરત નજીકની મેડીકલ ઓથોરીટીને જાહેર કરવુ જોઈએ. આપણે આ તકેદારી એટલા માટે રાખવી જોઈએ કે આપણા બાળકો સ્કુલમાં જવા ઈચ્છે છે, આપણે પણ મોલમાં અને થિયેટર્સમાં જવા માગીએ છીએ. આ ત્યારે જ શકય બનશે જયારે આ સમયમાં આપણે સ્માર્ટ બનીશુ. દુનિયાભરના ડોકટર અને મેડીકલ સ્ટાફનો હું આભાર માનું છું જેઓ તેમની લાઈફને રીસ્કમાં મૂકીને સારવાર કરી રહ્યા છે. આ વાયરસને કારણે જેમનું પણ મૃત્યુ થયુ છે તેમની અને તેમની ફેમીલી સાથે મારી પ્રાર્થના હંમેશા હેશે. કાળજી રાખો અને સેફ રહો.

(3:28 pm IST)