Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

કોરોના વાયરસનાં કારણે અજરબૈઝાનમાં ફસાઈ ભારતીય કુશ્તી ટીમ: ખેલાડીઓ હોટલમાં બંધ

અજરબૈઝાન સરકારે ઓલિમ્પિક્સની તૈયારીઓનાં કેમ્પને બંધ કરી દીધો

નવી દિલ્હી : કોરોનાવાયરસના ભય ટોક્યો ઓલિમ્પિક્સની તૈયારીઓમાં વ્યસ્ત ખેલાડીઓ પર કહેર બનીને તૂટી પડ્યો છે  ઓલિમ્પિક્સ ક્વોલીફાઈંગની તૈયારી કરવા ગયેલી ગ્રીકો રોમન પહેલવાનોની ટીમ બાકૂ (અજરબૈઝાન)માં ફસાઈ ગઈ છે. અજરબૈઝાન સરકારે કોરોનાવાયરસનમી રોકથામ માટે ઓલિમ્પિક્સની તૈયારીઓનાં કેમ્પને તત્કાલિન પ્રભાવથી બંધ કરી દીધો છે. જેના કારણે ભારતીય ટીમ  હોટલમાં કેદ થઈ ગઈ છે. ભારતીય કુશ્તી સંઘ ખેલ મંત્રાલય અને સાઈ સાથે વાત કરીને ટીમને પરત બોલાવાવી વ્યવસ્થા કરી રહી છે. ભારતીય કુશ્તી સંઘને એ પણ ડર સતત રીતે સતાવી રહ્યો છે કે ટીમની વાપસી પર 13 સદસ્યો વાળી પહેલવાનોનાં દળને ક્યાંક કોરેંટાઈન માટે મોકલી ના દે.

   કુશ્તી સ્ંઘે ઓલિમ્પિક્સની તૈયારીઓ માટે લખનઉ અને સોનીપતમાં ચાલી રહેલી મહિલાઓ અને પુરુષોની ફ્રિસ્ટાઈલ પહેલવાનોનાં કેમ્પને પણ બંધ કરી દીધો છે, જ્યારે બીજી તરફ ઓર એસોસિએશન ઓફ ઈન્ડિયન યૂનિવર્સીટીઝ (એઆઈયુ)એ 10 ઓલ ઈન્ડિયા ઈંટર યૂનિવર્સીટી ટૂર્નામેંટોને રદ કરવાનો નિર્ણય કર્યો છે.

(12:58 pm IST)