Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

કોરોના વાયરસનો ભય : બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલી વખત રદ થઈ શેફીલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટ

ન્યુ સાઉથ વેલ્સમાં રમાવનારી ફાઈનલ મેચ પણ રદ થઈ શકે

ઓસ્ટ્રેલિયાની ઘરેલું પ્રથમ શ્રેણીની પ્રતિયોગીતા શેફીલ્ડ શિલ્ડને કોરોના વાયરસના કારણે તેની સમાપ્તી પહેલા રદ કરી દેવાઈ છે, બીજા વિશ્વ યુદ્ધ બાદ આવું પ્રથમ વખત હશે જ્યારે શેફીલ્ડ શીલ્ડનું આયોજન રદ કરાયું છે .

 ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આધિકારિક રીતે નિયમિત સત્રના અંતિમ પ્રવાસને રદ કરવાની જાહેરાત કરી છે. તેમ છતાં બોર્ડે ખેલાડીઓને પોતાના નિર્ણયના વિશેમાં જાણકારી આપી દીધી હતી. માનવામાં આવી રહ્યું છે કે, ન્યુ સાઉથ વેલ્સમાં રમાવનારી ફાઈનલ મેચ પણ રદ થઈ શકે છે. તેમ છતાં સીએએ જણાવ્યું છે કે, પરીસ્થિતિને ધ્યાનમાં રાખતા આગળ તેના પર અપડેટ આપવામાં આવશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આ સમસ્યાઓનું કારણ એ છે કે, હવાઈ મુસાફરીના સમયગાળા દરમિયાન વાયરસના ચેપ આવી શકે છે.

આ સમયે શેફીલ્ડ શિલ્ડના ૧૦ માંથી ૯ રાઉન્ડ સમાપ્ત થઈ ચુક્યા છે અને આ ૯ રાઉન્ડ બાદ પોઈન્ટ ટેબલમાં એનએસડબ્લ્યુ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જ્યારે વિક્ટોરિયા બીજા પર છે જ્યારે ક્વીન્સલેન્ડ, તસ્માનિયા અને સાઉથ ઓસ્ટ્રેલિયા ત્યાર બાદ પોઈન્ટ ટેબલમાં છે.

શેફિલ્ડ શિલ્ડની શરૂઆત ૧૯૮૨ માં થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધી આ માત્ર બે વખત રદ થઈ છે. પ્રથમ વખત પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ૧૯૧૫-૧૯૧૯ સુધી અને બીજી વખત બીજા વિશ્વ યુદ્ર દરમિયાન ૧૯૪૦-૧૯૪૬ માં રદ કરવામાં આવી હતી.

 કોરાના વાયરસના કહેરથી અત્યાર સુધી ૬૫૦૦ થી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે, જ્યારે લાખો લોકો આ વાયરસથી સંકળાયેલા છે. કોરોના વાયરસના પ્રભાવના કારણે તે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની વચ્ચે રમાયેલી વનડે સીરીઝની પ્રથમ મેચ ખાલી સ્ટેડીયમમાં આયોજિત કરવામાં આવી અને સીરીઝની બાકી મેચ રદ કરવામાં આવી હતી.

(12:07 pm IST)