Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ઇંગલેન્‍ડ માટે ૧૦૪ ટેસ્‍ટ રમનારા કેવિન પીટરસનની ક્રિકેટને અલવિદા: ઇન્‍સ્‍ટ્રામગામ પર કરી નિવૃત્તિની જાહેરાત: ક્રિકેટ ઇંગ્‍લેન્‍ડે ટવી કરી ક્રિકેટમાં યોગદાન બદલ કેવિનનો આભાર માન્‍યો

લંડનઃ  ઇંગ્‍લેન્‍ડ માટે ૧૦૪ ટેસ્‍ટ મેચ રમનારી કેવિન પીટરસને ક્રિકેટને અલવિદા કરેલ છે ઇસ્‍ટાગ્રામ પર તેણે નિવૃતિની જાહેરાત કરી હતી. અને ક્રિકેટ ઇંગ્‍લેન્‍ડે ટવીટ કરી તેના ક્રિકેટમાં યોગદાન બદલ આભાર માન્‍યો હતો.

ક્રિકેટ ઇંગ્લેન્ડે ટ્વીટ કરી ક્રિકેટમાં યોગદાન બદલ તેનો આભાર માન્યો છે. પીટરસન તેની અંતિમ ટેસ્ટ 2014માં ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો. ત્યાર બાદ ટીમમાં આવવા માટે તે સંઘર્ષ કરી રહ્યો હતો. આ દરમિયાન તે ઘણા વિવાદોમાં પણ રહ્યો હતો.

ઇંગ્લેન્ડ માટે 104 ટેસ્ટ રમનારા આ દિગ્ગજ ખેલાડીએ ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરતા લખ્યું છે કે, ‘કોઈએ ટ્વીટ કરીને મને જાણકારી આપી કે, મેં પ્રોફેશનલ કરિયરમાં 152 અડધી સદી અને 68 સદીની મદદથી 30 હજાર રન પૂરા કર્યા છે. ચાર એશીઝ જીતનારી ટીમનો હિસ્સો રહ્યો. ટ્વેન્ટી 20 વર્લ્ડ કપ જીત્યા. ભારતને તેના મેદાનમાં હરાવ્યું. બાંગ્લાદેશ સિવાય તમામ મુખ્ય ટેસ્ટ દેશો સામે ઘરેલુ અને વિદેશી ધરતી પર 100થી વધુ ટેસ્ટ રમ્યો. આ બધું મારા પરિવારને સમર્પિત છે, જેણે દરેક પરિસ્થિતિમાં મને સપોર્ટ કર્યો. મને તેમની પર ગર્વ છે. તેમ તેણે જણાવ્‍યું હતું

(11:45 pm IST)