Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

વૈશ્વિક સંસ્થાઓ પોતાની રીતે રમતને બદલી નાખે તે ભારત માટે યોગ્ય નથી : જશપાલ રાણા

૨૦૨૨માં કોમનવેલ્થ ગેમ્સમાં શૂટીંગનો સમાવેશ ન કરવામાં આવે તો રમતોત્સવનો બહિષ્કાર કરો

નવી દિલ્હી : કોમનવેલ્થ રમતોત્સવમાં શૂટીંગ સ્પોર્ટના ભવિષ્ય બાબતે થઈ રહેલા અનુમાનો વચ્ચે નામાંકિત નિશાનેબાજ જશપાલ રાણાએ વાંધો દર્શાવવા રાષ્ટ્રને તે સમગ્ર કાર્યક્રમનો બહિષ્કાર કરવાનંુ સુચવ્યુ હતું.

વિશ્વભરના અને રાષ્ટ્રીય ફેડરેશનો દ્વારા ચિંતા વ્યકત કરવામાં આવવા છતાં, કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (સી. જી. એફ.)એ સ્પષ્ટપણે જણાવ્યુ હછે કે શુટીંગ ફકત વૈકલ્પિક સ્પોર્ટ છે. જેનો ૨૦૨૨માં બર્મિંગહામ ખાતે યોજાનારા આ રમતોત્સવમાં સમાવેશ કરવામાં આવશે નહીં.

સરકારે અને નહીં કે શૂટરોએ આ માટે લડત કરવી જોઈએ. કારણ કે જેમાં આપણો દેખાવ સારો હોય તે સ્પોર્ટને જો તેઓ બદલતા રહે તો આપણા રાષ્ટ્ર માટે તે સારૂ નથી એમ પિસ્તોલ શૂટીંગના ભારતના નિષ્ણાંત રાણાએ કહેતા ઉમેર્યુ હતું કે સ્પર્ધાનો બહિષ્કાર કરવો જોઈએ અને ચીને ચાર ઓલિમ્પિક રમતોત્સવમાં શૂટીંગ સ્પર્ધામાં ભાગ લીધો ન હતો અને તે જયારે ફરી રમતુ થયુ હતુ ત્યારે તેણે બધા ચંદ્રક જીતી લીધા હતા.(૩૭.૭)

(3:58 pm IST)