Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

સાઉથ આફ્રિકાના ફાફ ડુપ્લેસીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, કહ્યું - નિવૃત્તિ માટે આ યોગ્ય સમય

તેણે 69 ટેસ્ટમાં 40થી વધુની સરેરાશથી 4163 રન કર્યા છે

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાની ટીમના પૂર્વ કેપ્ટન ફાફ ડુપ્લેસી એ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેણે બુધવારે સોશિયલ મીડિયા પર પોતાના આ નિર્ણયની જાણકારી આપી. તેણે પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જાહેરાત કરી હતી. ડુપ્લેસીની ટેસ્ટ કારકિર્દીની વાત કરીએ તો તેણે 69 ટેસ્ટમાં 40થી વધુની સરેરાશથી 4163 રન કર્યા છે. તેણે આ ફોર્મેટમાં કુલ 10 સદી અને 21 અડધી સદી ફટકારી છે.

ડુપ્લેસીએ લખ્યું કે, આ આપણા સૌ માટે મુશ્કેલીઓ સામે લડીને આગળ વધવાનું વર્ષ રહ્યું. ક્યારેક અનિશ્વિતતા પણ રહી, પરંતુ અનેક પાસાઓને લઇને મારો સ્પષ્ટ મત ઊભો થયો. મારું દિલ સાફ છે અને આ નવા અધ્યાયની શરૂઆત કરવા માટે યોગ્ય સમય છે.

તેણે વધુમાં કહ્યું કે, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું એ સન્માનની વાત છે, પરંતુ હવે મારા માટે ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેવાનો સમય આવી ગયો છે. ડુપ્લેસીએ કહ્યું કે, આગામી બે વર્ષે આઇસીસી ટી20 વર્લ્ડ કપ હશે. આ કારણે હું મારું ધ્યાન આ ફોર્મેટ માટે કેન્દ્રીત કરી રહ્યો છું. તેણે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ અને ટી20ની કેપ્ટન્સીનું પદ છોડી દીધું હતું. તેણે 2016માં એબી ડિવિલિયર્સ બાદ આ જવાબદારી સંભાળી હતી.

દક્ષિણ આફ્રિકાના આ પૂર્વ કેપ્ટને કહ્યું કે, હું આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ સાથે મારી ટેસ્ટ કારકિર્દી ખતમ કરવા માંગતો હતો. મારા માટે આ એવું જ હતું કે જિંદગી ફરીને એક સ્થળે આવી ગઈ હોય. મૂળે તેણે 2012માં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ એડિલેડમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી.

(12:59 am IST)
  • અંતિમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમ જાહેર : જે આ મુજબ છે : વિરાટ, રોહિત, મયંક, ગીલ, પૂજારા, રહાણે, રાહુલ, હાર્દિક, પંત, સહા, અશ્વિન, કુલદીપ, અક્ષર, સુંદર, ઈશાંત, બુમરાહ, સિરાજ, ઉમેશ યાદવ પણ ટીમ સાથે જોડાશે. access_time 4:19 pm IST

  • ટૂલકિટ કેસમાં શાંતનુ મુલુકના આગોતરા મંજુર: ટૂલકિટ કેસ: બોમ્બે હાઇકોર્ટે શાંતનુ મુલુકને ટ્રાન્ઝિટ આગોતરા જામીન આપ્યા; નિકિતા જૈકબની અરજી પર સુનાવણી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી access_time 12:43 am IST

  • એમ.જે. અકબરનો બદનક્ષીનો કેસ અદાલતે ફગાવી દીધો : પ્રિયા રામાણીને છોડી મૂકવા આદેશ : દિલ્હીની અદાલતે સુપ્રસિદ્ધ પત્રકાર એમ.જે. અકબરે મહિલા પત્રકાર પ્રિયા રામાણી વિરૂદ્ધ કરેલ બદનક્ષી કેસમાં પ્રિયા રામાણીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે : ન્યાયાધીશ રવિન્દ્રકુમાર પાંડેએ કહયુ હતું કે અકબર દ્વારા કરવામાં આવેલ ફરીયાદ પુરવાર થતી નથી અને એક મહિલાને દાયકાઓ પછી પણ પોતાને થયેલ અન્યાય અંગે રજૂઆત કરવા પૂરો અધિકાર છે : અદાલતે ભરચક્ક કોર્ટ રૂમમાં ચુકાદો આપતા કહેલ કે સ્વાભિમાનના હક્કની કિંમતે પ્રતિષ્ઠાના હક્કનું રક્ષણ કરી શકાય નહિં access_time 4:40 pm IST