Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

આઇપીએલ -2021 હરાજી :ધોની, ફ્લેંમીંગ અને પોન્ટીંગ જેવા દિગ્ગજો રહેશે ગેરહાજર: ચેન્નાઈની બદલાઈ પરંપરા

ટીમોના માલિક, કોચ અને મેનેજમેન્ટ ટીમના લોકો પહેલાથી જ ચેન્નાઈ પહોંચ્યાં

ચેન્નાઇ : કોરોના વચ્ચે આ વર્ષે આઈપીએલ 2021 ઓકશન ચેન્નાઈમાં ગુરુવારે યોજાનાર છે. ટીમોના માલિક, કોચ અને મેનેજમેન્ટ ટીમના લોકો પહેલાથી જ ચેન્નાઈ પહોંચી ચુક્યા છે. આ વખતે ઓક્શનમાં 292 ખેલાડીઓની કિસ્મતનો ફેંસલો થવાનો છે. ફેન્સ એ વાતને લઈને ખૂબ ઉત્સાહિત હતા કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુકેલા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આ વખતે ઓકશનમાં હિસ્સો લઈ શકે છે. જોકે ટીમના CEO કાશી વિશ્વનાથને એ વાતની પુષ્ટી કરી હતી કે,ફક્ત ધોની જ નહીં પણ પરંતુ ટીમના કોચ સ્ટીફન ફ્લેંમીગ પણ ઓકશનનો હિસ્સો નથી. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ઘરેલુ શહેરમાં થનારી ઓકશનમાં ફેન્સને કેપ્ટન ધોની આવવાની આશા હતી.

આમ તો મહેન્દ્રસિંહ ધોનીએ અત્યાર સુધી આઈપીએલ ઓકશનમાં હિસ્સો નથી લીધો. પરંતુ જોકે સ્ટીફન ફ્લેંમીગ ઓક્શનમાં નહીં હોવુ એ ટીમ માટે મોટી મુશ્કેલી છે. ફ્લેમીંગ વર્ષ 2009થી લઈને અત્યાર સુધી ઓકશનમાં હિસ્સો રહ્યા છે. ભારત આવવા પર ફલેમિંગ એ ક્વોરન્ટાઈન નિયમોનું પાલન કરવુ પડતુ, જેને લઈને તેણે ઓકશનમાં હાજરીને ટાળી દીધી છે. ટીમના સીઈઓએ ઈનસાઇડ સ્પોર્ટ્સને કહ્યુ છે કે, ફ્લેંમીગ અને ધોની આઈપીએલ ઓકશન માટે ચેન્નાઈ નથી આવી રહ્યા, પરંતુ તેઓ સતત અમારા સંપર્કમાં રહેશે.

CSKએ સિઝનની શરુઆત પહેલા હરભજનસિંહ, કેદાર જાદવ અને પિયુષ ચાવલા જેવા દિગ્ગજોને રીલીઝ કરી દીધા છે. આ ખેલાડીઓના જવાને લઈને ટીમમાં સ્પિનર અને મિડલ ઓર્ડરના બેટ્સમેનોને કમી વર્તાઈ ગઈ છે કે જે જરુરીયાતના સમયે બોલીંગ કરી શકે. ધોનીની ટીમ ઈને સ્લોટને ભરવા માટે 6 ભારતીય અને એક વિદેશી ખેલાડીને ખરીદી શકે છે. ચેન્નાઈએ રોબિન ઉથ્થપાને રાજસ્થાન રોયલ્સથી લઈને પહેલાથી જ પોતાનો બેઝ મજબુત કરી દીધો છે.

દિલ્હી કેપીટલ્સના કોચ રિકી પોન્ટીંગ અને કેપ્ટન શ્રેયસ ઐયર પણ ચેન્નાઈમાં થનારા ઓકશનમાં હિસ્સો નહીં લે. પાછલા વર્ષે દિલ્હી કેપિટલ્સની ટીમ પહેલીવાર ફાઈનલમાં પહોંચી હતી. આ ઉપરાંત મહંમદ કેફ અને પ્રવિણ આમરે ઓકશન ટેબલ પર મોજૂદ હશે. તો RCB ના ડાયરેક્ટર માઇક હસન પણ ઓકશનમાં સામેલ હશે.

(12:28 am IST)
  • દક્ષિણ કોરિયાની ગુપ્તચર સેવાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયન હેકરોએ કોરોના વાયરસ રસી અને સારવારથી સંબંધિત માહિતી ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે દક્ષિણ કોરિયાના એક સાંસદે દાવાને નકારી દીધો હતો, જે મુજબ રસી ઉત્પાદક ફાઈઝર કંપની હેકરોના નિશાના પર હતી. access_time 12:20 am IST

  • સગીર બાળા ઉપર બળાત્કાર બદલ જેલવાસ ભોગવી રહેલા આશારામ બાપુની તબિયત લથડી : ગઈકાલ મંગળવારે રાત્રે જોધપુર હોસ્પિટલમાં દાખલ કરાયા : હોસ્પિટલ બહાર સમર્થકોની ભીડ access_time 11:42 am IST

  • ટૂલકિટ કેસમાં શાંતનુ મુલુકના આગોતરા મંજુર: ટૂલકિટ કેસ: બોમ્બે હાઇકોર્ટે શાંતનુ મુલુકને ટ્રાન્ઝિટ આગોતરા જામીન આપ્યા; નિકિતા જૈકબની અરજી પર સુનાવણી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી access_time 12:43 am IST