Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

જૂનિયર સર્કિટ ટેબલ ટેનિસમાં માનવ ટક્કર- માનુષ શાહ ને રજત પદક

નવી દિલ્હી: ગુજરાતના ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર અને માનુષ શાહે ચેક રીપબ્લીક જૂનિયર સર્કિટ ટેબલ ટેનિસમાં અનુક્રમે જૂનિયર અને કેડેટ કેટગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ફાઇનલમાં માનવ- માનુષની જોડીનો ચીનની ડબલ્સ ટીમ ચીનબિંગ અને યુ હેઇની સામે ૧૨-૧૪, -૧૧, ૧૧-, ૧૧-૧૩ થી પરાજય થયો હતો. માનવ જૂનિયર બોયસમાં વર્લ્ડ નંબર વન છે. જો કે ફાઇનલમાં પરાજીત રહેલા માનવ-માનુષે સેમિ ફાઇનલમાં અબ્દેલ અઝીધ- રોસી કાકનો (ઇજીપ્ત-ઇટાલી)ની જોડીને ૧૧-, ૧૧-, ૧૧- થી હરાવી અપસેટ સર્જ્યો હતો કેમ કે જોડી વર્લ્ડ નંબર ત્રણ છે. ગૌરવની વાત છે કે ભારતની માનવ-માનુષની જોડીના બંને ખેલાડીઓ ગુજરાતના છે. બંનેએ આઇટીટીએફ સર્કિટ ૨૦૧૭માં વર્લ્ડ જુનિયર સર્કિટ કેડેટ ઓપનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સપ્ટેમ્બરમાં સ્લોવેનિયા ઓપન જુનિયર-કેડેટમાં પણ તેઓ ચેમ્પિયન બન્યા હતા.

(5:03 pm IST)