Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

સ્કેટિંગની ઈવેન્ટમાં સવ્ચેન્કો અને બુ્રનો માસોટની જોડીએ મેળવ્યું ગોલ્ડ

નવી દિલ્હી: જર્મનીની અલજોના સવ્ચેન્કો અને બુ્રનો માસોટની જોડીએ જબરજસ્ત કમબેક કરતાં વિન્ટર ઓલિમ્પિકમાં પેર્સ ફિગર સ્કેટિંગની ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે ૧૫૯.૩૧ના સ્કોર સાથે ઓલિમ્પિકમાં નવો રેકોર્ડ પણ સર્જ્યો હતો. આખરી રાઉન્ડ શરૃ થયો ત્યારે અલજો અને બુ્રનોની જોડી ચોથા ક્રમે હતી, જોકે તેમણે જબરજસ્ત કમબેક કરતાં ફાઈનલ રાઉન્ડમાં શાનદાર દેખાવ સાથે નવો કિર્તિમાન સ્થાપિત કર્યો હતો. ચીનના વેન્જીંગ સુઈ અને કાન હોંગની જોડીએ સિલ્વર મેડલ જીત્યો હતો.

(5:03 pm IST)