Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

દીકરી વામિકાનો ફોટો ન પાડવા વિરાટની અપીલ

મુંબઇઃ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા ટુર માટે રવાના થઈ ગઈ છે, પરંતુ તે પહેલા વિરાટ કોહલી એરપોર્ટ પર ફોટોગ્રાફર્સને દીકરીની તસવીરો ન ખેંચવાની અપીલ કરતો જોવા મળ્યો હતો. જ્યારે વિરાટ કોહલી બાકીની ટીમ સાથે  સવારે એરપોર્ટ પહોંચ્યો ત્યારે તેની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા પણ હતી.  ટીમ બસ એરપોર્ટ પર પહોંચે તે પહેલા જ મીડિયાનો ધસારો હતો.  આ દરમિયાન બસમાંથી નીકળતી વખતે વિરાટે ત્યાં હાજર ફોટોગ્રાફર્સને બાળકનો ફોટો ન કિલક કરવાની વિનંતી કરી હતી.

(3:56 pm IST)