Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ચક દે.... ભારતે બાંગ્લાદેશને ૯ -૦થી પછાડયું

દિલપ્રીતની હેટ્રીકઃ સમગ્ર મેચ ઉપર ખેલાડીઓની મજબુત પકડ

નવી દિલ્હીઃ ભારતીય હોકી ટીમે  એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં યજમાન બાંગ્લાદેશ સામે ૯-૦થી શાનદાર જીત નોંધાવી હતી. મેચમાં દિલપ્રીત સિંહે ૧૨મી, ૨૨મી અને ૪૪મી મિનિટમાં ગોલની હેટ્રિક ફટકારીને બાંગ્લાદેશની ટીમ પર માનસિક દબાણ બનાવી દીધું હતું. ત્યારબાદ જરમનપ્રીત સિંહ (૩૧, ૪૩), લલિત ઉપાધ્યાય (૨૯), આકાશદીપ સિંહ (૫૪), મનદીપ મોર (૫૫), હરમનપ્રીતસિંહ (૫૭) એ પણ ટુર્નામેન્ટમાં ભારતની પ્રથમ જીતમાં ગોલ કર્યા હતા.

 ભારતે હરમનપ્રીત સિંહ જરમનપ્રીત સાથે ત્રીજા કવાર્ટરમાં બે ગોલ ઉમેર્યા, જે બંનેએ ભારતની લીડને ૫-૦થી મજબૂત કરવામાં મદદ કરી.  દરમિયાન, દિલપ્રીતે ૪૪મી મિનિટે તેની હેટ્રિક ગોલ કરીને ભારતની લીડ ૬-૦ સુધી લંબાવી હતી.  અંતિમ કવાર્ટરમાં ભારત દ્વારા ઘણા ગોલ કરવામાં આવ્યા હતા, જેણે તેમને નવ ગોલ સાથે વિજય પર મહોર મારવામાં મદદ કરી હતી.  જીત બાદ કેપ્ટન મનપ્રીત સિંહે કહ્યું, ૅટીમ તરફથી આ એક સારો પ્રયાસ હતો, અમે આ મેચમાં ઘણા ફેરફારો કરવાનો પ્રયાસ કર્યો, જેનાથી અમને સફળતા મળી.  તેણે કહ્યું કે, અમે આજની મેચોનું વિશ્લેષણ કરીશું અને પાકિસ્તાન સામે વધુ સારું પ્રદર્શન કરવાના રસ્તા શોધીશું. 

(3:55 pm IST)