Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

હાર્દિકની પાંચ કરોડની બે ઘડીયાલો કસ્ટમ્સ વિભાગે જપ્ત કરી લીધી

નવી દિલ્હીઃ હાર્દિક પંડ્યા આ સમયે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.  ન તો તેનું બેટ ચાલી રહ્યું છે અને ન તો તેનો દિવસ છે.ખરાબ ફોર્મના કારણે તેને પહેલા ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો હતો અને હવે ખરાબ દિવસોના કારણે એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા તેની બે ઘડિયાળો જપ્ત કરવામાં આવી હતી.

 તેમની આ ઘડિયાળોની કિંમત લગભગ ૫ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. ટીમ સાથે તે ઘરે પરત ફર્યા ત્યારે કસ્ટમ વિભાગે તેને રોક્યો અને તેની મોંઘી ઘડિયાળો જપ્ત કરી લીધી હતી.  ભારતીય ઓલરાઉન્ડરે ન તો આ ઘડિયાળોને કસ્ટમ આઈટમ તરીકે જાહેર કરી હતી અને ન તો તેની પાસે કોઈનું બિલ હતું.

(2:28 pm IST)