Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ભારત અંગે વિવાદિત બયાન આપ્યું બ્રિટનના ફોર્મ્યુલા વન ડ્રાઇવર લુઇસ હેમિલ્ટન

નવી દિલ્હી:બ્રિટનના ફોર્મ્યુલા વન ડ્રાઇવર લુઇસ હેમિલ્ટને ભારત અંગે કરેલી ટિપ્પણીથી વિવાદમાં ફસાયો છે. વર્લ્ડ ચેમ્પિયન ડ્રાઇવર હેમિલ્ટને પોતાના એક ઇન્ટરવ્યૂમાં ભારતની તુલના એક ગરીબ દેશ સાથે કરી હતી જે ફોર્મ્યુલા વન જેવી મોંઘી રેસનું આયોજન કરવાનું દાવેદાર ન હોઈ શકે. ફોર્મ્યુલા વને વિયેતનામ ગ્રાં. પ્રિ. સાથે ૧૦ વર્ષની ડીલ સાઇન કરી છે. જે અંતર્ગત વિયેતનામની રાજધાની હનોઈમાં વર્ષ ૨૦૨૦માં પ્રથમ વાર રેસિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરાશે.બીબીસીને આપેલા આ ઇન્ટરવ્યૂ બાદ લુઇસ હેમિલ્ટન ઇન્ટરનેટ પર ભારતીયોના નિશાને આવી ગયો છે. હેમિલ્ટને પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હું આ પહેલાં વિયતનામ ગયો હતો જે ઘણો સુંદર દેશ છે. આ પહેલાં ભારતમાં પણ રેસ અંગે ગયો હતો. તેણે કહ્યું કે, જ્યારે તે ભારત જેવી ગરીબ જગ્યાએ જાય છે તો તેને ઘણો વિરોધાભાસનો અહેસાસ થાય છે. મને એ ઘણું વિચિત્ર લાગ્યું હતું કે, ભારત એક ગરીબ દેશ છે છતાં ત્યાં ઘણો મોટો અને શાનદાર ગ્રાં. પ્રિ. ટ્રેક બનાવાયો હતો. આથી હું જ્યારે ત્યાં રેસિંગ માટે ગયો ત્યારે મને ઘણો વિરોધાભાસનો અહેસાસ થયો હતો.નવા સ્થાને ફોર્મ્યુલા વનના આયોજન અને તેને જોવા આવનાર દર્શકોની ઓછી સંખ્યા અંગે હેમિલ્ટને કહ્યું કે, અમે તુર્કીમાં ગ્રાં. પ્રિ.નું આયોજન કરીએ છીએ પરંતુ ત્યાં ઘણા ઓછા દર્શક આવે છે. તુર્કીનો ટ્રેક સારો છે પરંતુ દર્શકોની સંખ્યા ઓછી રહે છે. હેમિલ્ટનનું માનવું છે કે, જે દેશોમાં ફોર્મ્યુલા વન ઘણી લોકપ્રિય છે ત્યાં અલગ-અલગ શહેરોમાં પણ રેસિંગનું આયોજન કરાવી શકાય છે. જે વધુ સારું રહેશે.

(3:57 pm IST)
  • સેન્સેકસ-નીફટી ગ્રીન ઝોનમાં : ક્રુડના ભાવ નિયંત્રણમાં રહેતા શેરબજારમાં ઉછાળોઃ ર.૧પ કલાકે સેન્સેકસ ૧પ૭ પોઇન્ટ વધીને ૩પ૪૧૭ અને નીફટી ૩૮ પોઇન્ટ વધીને ૧૦૬પ૪: ડોલર સામે રૂપિયો ૭૧.૭૩ ઉપર ટ્રેડ કરે છે access_time 3:41 pm IST

  • અમેરીકાના સાંસદોએ ઉઈઘર મુસ્‍લિમો પર દમન ગુજારવા બદલ ચીન પર પ્રતિબંધો લાદતુ બીલ રજૂ કર્યુ access_time 12:51 pm IST

  • નવી દુલ્હનના સ્વાગતમાં રણવિરે સજાવ્યું પોતાનું ઘર: DeepVir રહેશે આ ડ્રીમ હોમમાં : રણવિરે પોતાની નવી દુલ્હનના સ્વાગતમાં માત્ર ઘર જ નહીં આખી સોસાયટીને શણગારી access_time 3:01 pm IST