Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

બાર્સિલોનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીએ છઠ્ઠી વખત જીત્યો ગોલ્ડન શૂ

બાર્સિલોનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીએ છઠ્ઠી વખત યુરોપિયન લીગમાં સૌથી વધુ ગોલ ફટકારવા બદલ 'ગોલ્ડન શૂ' જીત્યો હતો. મેસ્સીએ સતત ત્રીજા વર્ષે એવોર્ડ જીત્યો છે  તેણે આ વર્ષે 36 ગોલ નોંધાવ્યા, તેના નજીકના હરીફ પેરિસ સેન્ટ જર્મનીના કૈલીઅન એમબાપે કરતા ત્રણ ગોલ વધુ. મેસ્સીના પુત્રો થિયાગો અને માટ્ટીયોએ તેમના પિતાને ટ્રોફી આપી. મેસ્સીએ આ ટ્રોફી તેના પરિવાર અને સાથી ખેલાડીઓને સમર્પિત કરી.હતી 

(10:25 pm IST)