Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

વિરાટ-એન્ડરસન વચ્ચે શાબ્દીક ટપાટપીઃ વિડીયો વાયરલ

નવી દિલ્હીઃ લોડર્સના ઐતિહાસીક મેદાનમાં વિરાટ અને એન્ડરશન વચ્ચે શાબ્દીક ટપાટપી જોવા મળી હતી.  ૧૭ મી ઓવર ચાલી રહી હતી. બોલ નાખ્યા બાદ પાછા જતી વખતે એન્ડરસનને વિરાટ કોહલીએ કંઈક કહ્યું. કદાચ કોહલી ત્રીજી દિવસે બુમરાહ સાથે થયેલી તેની ચર્ચાનો ઉલ્લેખ કરી રહ્યો હતો. કોહલીએ કહ્યું કે આ તમારા ઘરનું આંગણું નથી. એન્ડરસને પણ કોહલીને કંઈક સંભળાવ્યું હતું પરંતુ તેનો અવાજ ચોખ્ખો સંભળાયો નહોતો.

  સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં કિલપમાં વિરાટ કોહલી અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો જોવો મળ્યો હતો. આઈસીસી કોડ ઓફ કન્ડકસ હેઠળ મેદાન પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો ગુનો છે. લેવલ-૧ હેઠળ સજા પણ મળી શકે છે.

(3:38 pm IST)