Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

ઈંગ્લેન્ડના ખેલાડીઓએ કર્યું બોલ ટેમ્પરિંગ? સોશિયલ મીડિયામાં તસવીરો થઈ વાયરલ

ઈંગ્લેન્ડના ખેલાડીઓ તેમના બુટથી સાથે બોલને દબાવી રહ્યા છે અને તે સ્પાઈકસથી ઘસવાથી પ્રયાસ કરતા હોય તેવી તસવીરો વાયરલ

 નવીદિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચના ચોથા દિવસ દરમિયાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં, ઇંગ્લેન્ડના ખેલાડીઓ તેમના બુટથી સાથે બોલને દબાવી રહ્યા છે અને તેને સ્પાઇકસથી ઘસવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.

સોશિયલ મીડિયા આ અંગેની કેટલીક તસવીરો શેર કરીને લોકોએ પૂછ્યું કે શું તે 'બોલ ટેમ્પરિંગ'નો કેસ નથી બનતો? એટલું જ નહીં, પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગે તેને લગતી તસવીર શેર કરતા પૂછ્યું, 'શું થઈ રહ્યું છે? શું આ ઇંગ્લેન્ડના ખેલાડીઓની બોલ-ટેમ્પરિંગનો પ્રયાસ છે કે, કોવિડને રોકવાના પગલાં છે?

ક્રિકેટરથી કોમેન્ટેટર બનેલા આકાશ ચોપરાએ પણ સોશિયલ મીડિયા પર પૂછ્યું- બોલ ટેમ્પરિંગ? આ સિવાય અન્ય ઘણા યુઝર્સે તેને લગતી ઘણી તસવીરો શેર કરી અને લખ્યું - આ ઈંગ્લેન્ડના ખેલાડીઓ સુધરશે નહીં.

(1:29 pm IST)