Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

એશિયન ગેમ્સની મશાલ ભારતમાં

ભંગાર આયોજન : ખેલાડીઓને મીડીયાની બસમાં જવું પડ્યુ

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ૧૮ ઓગષ્ટથી એશિયન ગેમ્સ શરૂ થઈ રહી છે. ૧૮મી એશિયન ગેમ્સની મસાલ ગઈકાલે દિલ્હી શહેરમાં લાવવામાં આવી હતી. ઈન્ડોનેશિયાના દિગ્ગજ મહિલા ખેલાડી અને ૧૯૯૨ની ઓલિમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ સુશી સુશાંત તેમજ ભારતીય ઓલિમ્પિક સંઘના મહાસચિવ રાજીવ મહેતા અને અધ્યક્ષ નરીન્દ્ર ધ્રુવ બત્રાએ મસાલને પ્રજવલિત કરી વર્લ્ડ ચેમ્પિયન બોકસર મેરી કોમને આપી હતી. દોડમાં હોકી ખેલાડી પીઆર શ્રીજેશ, સરદારસિંહ, શૂટર જીતુ રાય, ટેબલ ટેનિસ ખેલાડી અચંત શરથ કમલ અને મોનિકા બત્રા સામેલ થયા હતા.(૩૭.૧)

(3:43 pm IST)