Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ફિફા વર્લ્ડ કપમાં 'હીરો' રહ્યા આ 6 ખેલાડીઓ: મેસ્સી અને નેમાર લિસ્ટમાંથી બહાર

નવી દિલ્હી: અંતે રશિયામાં ચાલી રહેલ એક મહિલા ફિફા વર્લ્ડ કપનો વિનર મળી ગયો છે, લુઝનીકી સ્ટેડિયમ ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે રમાયેલ રોમાંચક મુકાબલા માટે યાદગાર રહેશે. 20 વર્ષમાં ત્રીજી વખત ફાઇનલમાં પહોંચેલ ફ્રાંસે બીજી વખર ખિતાબ પોતાના નામે કર્યો છે. ટૂર્નામેંટમાં નામી ફૂટબોલરોએ પોતાનો જાદુ વિખેરવવામાં નાકામ રહ્યા હતા. ફિફાના અસલી હીરોમાં મેસ્સી અને નેમારનું નામ લિસ્ટમાં નથી. વખતે તેવા ફૂટબોલરનો જાદુ જોવા મળ્યો છે જેઓ જાણે છુપાયેલા હતા. આઓ જાણીયે હીરોના નામ.

1.હેરી કેન: ઇંગ્લેન્ડનો ફૂટબોલ ફિફા વર્લ્ડ કપ 2018માં ગોલ્ડન બુટ પોતાના નામે કર્યો છે અને પોતાની ઓળખાણ ઉભી કરી છે.તેને ટુર્નામેન્ટમાં 6 ગોલ કર્યા હતા.

2 રુમેલુ લુંકાકુ: બેલ્જીયમ ટીમનો કહેઅલડી શરૂઆતી મેચમાં ખુબ જોર કરી ચુક્યો છે અને ટીમને ત્રીજા સ્થાન પર લાવવામાં તેનો મોટો હાથ છે. 6 મેચોમાં 4 ગોલ ફટકારીને દુનિયાભરમાં પોતાનના નામની ચર્ચો શરૂ કરાવી દીધી છે.

3.ડેનિસ ચેરીશેવ: રશિયાની ટીમનો ધુરંધર ખેલાડી વર્લ્ડ કપમાં 4 ગોલ ટીમ માટે ફટકાર્યા છે. ખેલાડીએ રશિયાનો લોકોનું દિલ જીતી લીધું છે.

4.ક્રિસ્ટિયન રોનાલ્ડો: દુનિયાના સૌથી પ્રખ્યાત ફટબોલરોમાં રોનાલ્ડોનું નામ આવે છે. ટુર્નામેન્ટમાં રોનાલ્ડોએ 4 મેચમાં 4 ગોલ કર્યા હતા. પોતાની ટીમને ક્વાર્ટર ફાઇનલ સુધી રોનાલ્ડો લઇ જવાની કોશિશ કરી હતી.

5.કેલી ઇયાન એમબાપે: ફ્રાન્સને ચેમ્પિયન બનાવવામાં જેની મુખ્ય ભૂમિકા રહી તે ખેલાડીનું નામ કેલી ઇયાન છે. માત્ર 19 વર્ષીય યુવા ખેલાડીએ 7 મેચમાં 4 ગોલ ટીમ માટે ફટકાર્યા છે. માટે તેને ફિફા વર્લ્ડ કપ2018માં બેસ્ટ યંગીસ્ટ પ્લેયરનો  એવૉર્ડ પણ આપવામાં આવ્યો છે.

6.એન્ટોનિયો ગ્રીજમેન: એજ ખેલાડી છે જેને 2014માં ફ્રાન્સ માટે કે પણ ગોલ કર્યો હતો પણ વખતે પોતાનો જાદુ લોકોના દિલ પર કર્યો છે અને 2018ના વર્લ્ડ કપમાં 7 મેચોમાં 4 ગોલ કર્યા છે. 27 વર્ષીય ફોરવર્ડ ગ્રીઝમેને દેશ માટે 61 મેચમાં 24 ગોલ ફટકાર્યા છે.

(3:33 pm IST)