Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ફિફા વર્લ્ડ કપઃ જાણો ક્યા ખેલાડી ક્યા પુરસ્કારથી કરાયા સન્માનિત ?

વર્લ્ડકપ 2018ની ફાઈનલ જીતી ફ્રાન્સે ફિફા ટ્રોફી પર પોતાનો અધિકાર કરી લીધો છે. પરંતુ ફિફા ટોફીની સાથે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન માટે પણ ખેલાડીને પુરસ્કાર અપાય છે. જેમાં સૌથી વધુ ગોલ કરનાર હરી કેનને ગોલ્ડન બુટ, ક્રોએશિયાના કેપ્ટન લુકા મોડરિચને ગોલ્ડન બોલ, બેલ્જિયમના ગોલકીપર થિબોઉ કોર્ટવાને ગોલ્ડન ગ્લવ્ઝ તેમજ ફાન્સના એમબાપેને ફિફા યંગ પ્લેયર એવોર્ડ મળ્યો હતો 

(1:21 pm IST)