Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

૮૧ વર્ષીય ભૂતપૂર્વ કેપ્ટન બિલ લૌરીએ કોમેન્ટેટર તરીકે નિવૃત્તિની જાહેરાત કરી

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના ૮૧ વર્ષીય ભૂતપૂર્વ કેપ્ટન બિલ લૌરીએ કોમેન્ટેટર તરીકે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. લૌરીએ ૪૦ વર્ષ ક્રિકેટ કોમેન્ટેટર અને એક્સપર્ટ તરીકે સેવા આપી હતી. ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત ચેનલ નાઈનના કોમેન્ટેટર તરીકે વર્ષો સુધી સેવા આપનારા લૌરીને ફોક્સ સ્પોર્ટસ અને સેવન ચેનલની ઓફરને ઠુકરાવતા કહ્યું હતુ કે, હું મારી મહાન યાત્રાને રોળી નાંખવા માંગતો નથી. ઓસ્ટ્રેલિયન બોર્ડે આગામી પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ ફોક્સ-સેવનને આપ્યો છે. લૌરી ચેનલ નાઈનને પોતાનું ઘર માને છે. તેમને ૧૯૭૦માં કેરી પેકરે વર્લ્ડ સિરિઝ ક્રિકેટના કોમેન્ટેટર તરીકે પસંદ કર્યા હતા.

 

(3:51 pm IST)
  • યેદુરપ્પા ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચુંટાઇ આવ્યાઃ ગવર્નર વજુભાઇ વાળાને મળવા રાજભવન પહોંચ્યાઃ કોંગ્રેસ- જેડીએસના ૧૧ ધારાસભ્યોનું સમર્થન હોવાની ચર્ચા access_time 12:31 pm IST

  • ઇન્દોર એરપોર્ટ પર વિમાનના ટોયલેટમાં મળ્યું ત્રણ કિલો સોનું: સ્મગલિંગની શંકા access_time 4:15 pm IST

  • ઉતર કોરીયા આડુ ફાટયું: ટ્રમ્પ સાથેની મુલાકાત રદ કરવાની ધમકી : ઉતર કોરીયા આડુ ફાટ્યું છે. અને દક્ષિણ કોરીયા સાથેની બેઠક રદ કરે સહુને ચોંકાવી દીધા છે કીમ જોંગ-ઉને ૧૨ જુનની સીંગાપોર ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મંત્રણા પણ રદ કરવા ધમકી આપી છે તેમણે કહયું કે અમેરીકા અમને એકબાજુ મુકી માત્ર અણુ કાર્યરત રદ કરો એવી માંગણી કરતુ રહેશે તો ટ્રમ્પ સાથે મંત્રણા નહિ કરીએ access_time 12:30 pm IST