Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

સાઇના ૧૬ વર્ષે ઓલ ઇંગ્‍લેન્‍ડમાંથી નીકળી ગઇઃ લક્ષ્ય, પ્રણોય જીત્‍યા

નવી દિલ્‍હીઃ બેડમિન્‍ટનની ટોચની સ્‍પર્ધાઓમાં ગણાતી ઓલ ઇંગ્‍લેન્‍ડ ઓપન ૨૦૨૩માંથી ભારતની મુખ્‍ય મહિલા ખેલાડી સાઇના નેહવાલ નીકળી ગઇ છે. તે સતત પણે ૧૬ વર્ષથી (૨૦૦૭ની સાલથી) આ સ્‍પર્ધામાં રમી રહી હતી. એમાંથી એક વખત ફાઇનલમાં અને બે વાર સેમી ફાઇનલમાં પહોંચી હતી

પુરુષ વર્ગમાં બે ભારતીયો લક્ષ્યસેન અને એચએસ પ્રણોય આ સ્‍પર્ધામાં બીજા રાઉન્‍ડમાં પહોંચ્‍યા છે. પહેલા રાઉન્‍ડમાં લક્ષ્ય સેને વિશ્વના પાંચમા નંબરના ખેલાડી ચાઇનીઝ તાઇપેઇના ચોઉ ટિએન ચેનને ૨૧-૧૮, ૨૧-૧૯થી અને પ્રણોયે તાઇપેઇના જ વોન્‍ગ ત્‍ઝુ વીને ૪૯ મિનિટમાં ૨૧-૧૯, ૨૨-૨૦થી હરાવી દીધો હતો.

(3:51 pm IST)