Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

એશિયન ગેમ્સ ટેસ્ટમાં ભારતીય બોકસરો છવાયાઃ પાંચ ગોલ્ડ જીત્યા

એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યા

 જાકાર્તાઃ ભારતીય બોકસરોએ એશિયન ગેમ્સ ટેસ્ટમાં પાંચ ગોલ્ડ મેડલ, એક રજતચંદ્રક અને ચાર કાંસ્યચંદ્રક જીત્યા હતા.

 આ વર્ષે રાષ્ટ્રીય વિજેતાપદ જજીતેલ ઇન્ડિયા ઓપનની સુવર્ણચંદ્રક વિજેતા મનીષ કૌશિક (૬૦ કિલોગ્રામ) સતત બીજી વેળા ટોચના ક્રમે રહયો હતો.

પવિત્રા (૬૦ કિલો ગ્રામ) મહિલાઓના વિભાગમાં ભારતની એક માત્ર સુવર્ણચંદ્રક વિજેતા બની હતી.

 કિંગ્સ કપમાં ત્રણ વાર ગોલ્ડ મેડલ જીતેલ કે. શ્યામ કુમાર (૪૯ કિલોગ્રામ), શેખ સલમાન અન્વર (૫૨ કિલોગ્રામ) અને આશિષ (૬૪ કિલોગ્રામ) અન્ય સુવર્ણચંદ્રક વિજેતા બન્યા હતા.

શશી ચોપરાએ ફાઇનલમાં હારી જવા પછી રજતચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.

 મોહંમદ એટાશ ખાન (૫૬ કિલોગ્રામ), રીટુ ગ્રેવાલ (૫૧ કિલોગ્રામ), પવન રૂમાર (૬૯ કિલોગ્રામ) અને આશિષ કુમાર (૭૫ કિલોગ્રામ)ને સેમી ફાઇનલમાં હારી જવા પછી કાંસ્યચંદ્રક પ્રાપ્ત થયો હતો. (૪૦.૨)

(12:03 pm IST)